Connect Gujarat
દેશ

ભારતીય મહિલા ઉજમાની પાકિસ્તાન માંથી ઘર વાપસી

ભારતીય મહિલા ઉજમાની  પાકિસ્તાન માંથી ઘર વાપસી
X

પાકિસ્તાનમાં બળજબરી થી લગ્નનો ભોગ બનેલી ભારતીય મહિલા ઉજમા ભારત પરત આવી ગઈ છે,ભારતના બે અધિકારી ઉજમાને લેવા માટે વાધા સરહદે પહોંચ્યા હતા.

પાકિસ્તાનમાં ભારતીય મહિલા ઉજમા સાથે પાકિસ્તાનના તાહિર નામના ડોકટરે બળજબરીથી લગ્ન કર્યા હતા. આ કેસની સુનાવણી ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં યોજાઈ હતી. ઉજમાએ છેલ્લા કેટલાક દિવસો સુધી ભારતીય હાઈ કમિશનમાં આશ્રય લીધો હતો. તેણે ભારતીય અધિકારીઓને પાકિસ્તાની નાગરિકે બંદૂક બતાવી તેની સાથે બળજબરીથી કેવી રીતે લગ્ન કર્યા હતા તેની વિગતો જણાવી હતી.

ઉજમાએ આ અંગે ઈસ્લામાબાદની કોર્ટમાં તેના પતિ તાહિર અલી સામે કેસ કર્યો છે અને તેની સામે અત્યાચાર તથા ધામધમકીનો આરોપ મુક્યો છે. ઉજમાએ મેજિસ્ટ્રેટ સમક્ષ પણ નિવેદન નોંધાવ્યું હતુ. કોર્ટના અધિકારીએ જણાવ્યુ હતુ કે ભારતીય મહિલાએ મેજિસ્ટ્રેટને કહ્યું કે તે લગ્ન માટે નહીં પણ પાકિસ્તાનમાં તેના સગાને મળવા આવી હતી.

ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઉજમાને ભારત પરત જવાની અનુમતી આપી હતી.ન્યાયમૂર્તિ મોહસિન અખ્તર કયાણીએ અગાઉ ઉજમાને ટ્રાવેલ ડોક્યુમેન્ટસ પરત કર્યા હતા.

Next Story