Connect Gujarat
ગુજરાત

ભારતીય રેલવેએ 48 ટ્રેનોને સુપરફાસ્ટ અપગ્રેડ કરતા ભાડામાં વધારો

ભારતીય રેલવેએ 48 ટ્રેનોને સુપરફાસ્ટ અપગ્રેડ કરતા ભાડામાં વધારો
X

ભારતીય રેલવેએ 48 મેલ અને એકસપ્રેસ ટ્રેનોને 'સુપરફાસ્ટ' તરીકે અપગ્રેડ કરીને તેનું ભાડું વધાર્યું છે. તે ઉપરાંત આ ટ્રેનોની સ્પીડ, જે પ્રતિ કલાક પાંચ કિલોમીટરની હતી, તે વધારીને 50 કિલોમીટર પ્રતિ કલાકની કરી હોવાનું રેલવેનાં સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

જોકે આ તમામ 48 સુપરફાસ્ટ લેવલે કન્વર્ટ કરાયેલી આ ટ્રેનોમાં પ્રવાસીઓને કોઈ વધારાની સુવિધાઓ આપવામાં આવી નથી. પરંતુ પ્રવાસીઓએ સફર માટે વધારે પૈસા ચૂકવવા પડશે. જેમ કે, સ્લીપર માટે વધુ રૂ. 30, સેકન્ડ અને થર્ડ એસી સીટ માટે રૂ. 45 અને ફર્સ્ટ એસી માટે રૂ. 75 વધારે ચૂકવવા પડશે, કારણ કે આ ટ્રેનોમાં હવે સુપરફાસ્ટ ચાર્જિસ લેવામાં આવી રહ્યા છે.

Next Story