Connect Gujarat
દેશ

ભારતીય સૈન્યને રૃ. ૬૩૯ કરોડના ખર્ચે ૧.૮૬ લાખ બુલેટ પ્રૂફ જેકેટ મળશે

ભારતીય સૈન્યને રૃ. ૬૩૯ કરોડના ખર્ચે ૧.૮૬ લાખ બુલેટ પ્રૂફ જેકેટ મળશે
X

ભારતીય સૈન્યની ૩.૫૦ લાખ બુલેટ પ્રૂફ જેકેટ્સની જરૃરિયાત સામે આખરે ૧.૮૬ લાખ જેકેટ્સ પૂરા પાડવાનો કરાર થયો છે. સંરક્ષણ મંત્રાલયના કહેવા પ્રમાણે સ્વદેશી કંપની સાથે સૈનિકોને બુલેટ પ્રૂફ જેકેટ્સ માટે ૬૩૯ કરોડ રૃપિયાનો કોન્ટ્રાક્ટ થયો છે.

સંરક્ષણ મંત્રાલયે સૈન્યની બુલેટ પ્રૂફ જેકેટ્સની જરૃરિયાતને પહોંચી વળવા માટે સ્વદેશી ડિફેન્સ ફર્મ એસએમપીપી સાથે રૃપિયા ૬૩૯ કરોડનો કરાર કર્યો છે. આ નવા બુલેટ પ્રૂફ જેકેટ્સની ઘણી ખાસિયત હશે. તે અંગે સ્પષ્ટતા કરતા કંપનીના ચેરમેને કહ્યું હતું કે જેકેટ્સની બનાવટમાં ટેકનિકલ પેરામીટર્સના વૈશ્વિક ધારાધોરણનું પાલન કરાશે અને જેકેટ્સ ૩૬૦ ડિગ્રી એંગલથી પણ જવાનની સુરક્ષા કરશે. સ્ટીલ મટિરિયલના સંમિશ્રણથી બનેલા આ જેકેટ્સ ક્યાં સુધી ઉપલબ્ધ થશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.

છેલ્લાં એક દશકાથી નવા બુલેટ પ્રૂફ જેકેટ્સની સૈન્યની જરૃરિયાત હતી. ભારતીય સૈન્યએ કુલ ૩,૫૩,૭૬૫ નવા બુલેટ પ્રૂફ જેકેટ્સની માગણી મૂકી હતી, જેમાંથી અત્યારે ૧.૮૬ લાખ બુલેટ પ્રૂફ જેકેટ્સની મંજૂરી આપવામાં આવી છે. આ નવા બુલેટ પ્રૂફ જેકેટ્સ બોરોન કાર્બાઈડ સિરામિકથી બનશે. આ પદાર્થ બેલાસ્ટિક પ્રોટેક્શન માટે સૌથી હળવું મટિરિયલ ગણાય છે. તે હિસાબે આ નવા બુલેટ પ્રૂફ જેકેટ્સ વજનમાં પણ હળવા હશે એટલે જવાનોને પહેરવામાં પણ સરળતા રહેેશે

Next Story