Connect Gujarat
દુનિયા

ભારતે ઇંગ્લેન્ડને 2-0 થી હરાવી સિરીઝ પોતાના નામે કરી

ભારતે ઇંગ્લેન્ડને 2-0 થી હરાવી સિરીઝ પોતાના નામે કરી
X

કટક ખાતે રમાયેલ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે સિરીઝની બીજી મેચમાં ભારતે ઇગ્લેન્ડને 15 રને હરાવીને સિરીઝ પોતાના નામે કરી હતી.

ભારતે 382 રનનો પડકાર ફેંક્યો હતો જેની સામે ઇંગ્લેન્ડે 8 વિકેટ ગુમાવીને 366 રન બનાવ્યા હતા જોકે ઇંગ્લેન્ડ તફરથી પણ મેચને જીતવા માટે સખત પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં મોર્ગને આક્રમક રીતે સદી ફટકારી હતી.

બીજી બાજુ ભારત તરફથી ધોની અને યુવરાજ ની જોડીએ પણ આક્રમક બેટિંગ કરીને સદી ફટકારી હતી.જેમાં યુવરાજ સિંહે 150 રન બનાવ્યા હતા અને અશ્વિન, જાડેજા તેમજ ભુવનેશ્વર કુમારે સારી બોલિંગ કરીને વિકેટ ઝડપી હતી.

સિરીઝ જીત્યાની ખુશી બધા ખેલાડીઓના ચહેરા પર છલકતી હતી.

Next Story