Connect Gujarat
સમાચાર

ભારતે શ્રીલંકાનો કર્યો વ્હાઇટ વોશ,5 - 0 થી સિરીઝ પર વિજય મેળવ્યો

ભારતે શ્રીલંકાનો કર્યો વ્હાઇટ વોશ,5 - 0 થી સિરીઝ પર વિજય મેળવ્યો
X

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પાંચ વન ડે સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકાનો વ્હાઇટ વોશ કર્યો હતો,અને 5 - 0 થી સિરીઝ જીતી લીધી હતી.

અંતિમ મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 49.4 ઓવરમાં 238 રન પર ટીમ ઓલઆઉટ થઇ ગઈ હતી.જ્યારે 239 રનના ટાર્ગેટને પહોંચીવળવા માટે ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવીને 46.3 ઓવરમાં મેચ પર વિજય મેળવી લીધો હતો.

શ્રીલંકાની ધરતી પર ભારતે 5 - 0 થી વિજય પ્રાપ્ત કર્યો હતો,જ્યારે વિરાટ કોહલીએ કારકિર્દીની 30મી સદી ફટકારી હતી.જ્યારે ભુવનેશ્વર કુમારે 5 વિકેટ લીધી હતી અને મેન ઓફ ઘી મેચ બન્યો હતો, સિરીઝ દરમિયાન જસપ્રીત બુમરાહનાં ઉત્કૃષ્ટ બોલિંગ પ્રદર્શનને કારણે તે મેન ઓફ ઘી સિરીઝ બન્યો હતો.

Next Story