Connect Gujarat
સ્પોર્ટ્સ

ભારતે 14માં હોકી વિશ્વ કપમાં ધમાકેદાર કરી શરૂઆત, દક્ષિણ આફ્રિકાને 5 - 0 થી હરાવ્યું 

ભારતે 14માં હોકી વિશ્વ કપમાં ધમાકેદાર કરી શરૂઆત, દક્ષિણ આફ્રિકાને 5 - 0 થી હરાવ્યું 
X

43 વર્ષ બાદ વિશ્વ કપ જીતવા માટે ભારતે 14માં હોકી વિશ્વ કપમાં ધમાકેદાર શરૂઆત કરી છે. બુધવારે ભારતે પહેલી મેચમાં દક્ષિણ આફિકાને 5-0થી હરાવ્યું છે. ભારતીય ટીમે 2010ના વિશ્વ કપમાં પણ પ્રથમ મેચ જીતી છે. ભારતે 2010માં પ્રથમ મેચમાં પાકિસ્તાનને 4-1થી હરાવ્યું હતું. ભારતે એક માત્ર વિશ્વ કપ 1975માં જીત્યો હતો.

ભારત માટે સિમરનજીત સિંહે બે ગોલ કર્યા હતા. મંદીપ સિંહ, આકાશદીપ સિંહ અને લલિત ઉપાધ્યાયએ એક એક ગોલ કર્યા. ભારતે જીતને સાથે ગ્રુપ સીમાં ટોપનું સ્થાન મેળવ્યું છે. ભારત અને બેલ્જિયમ બન્ને ગ્રુપમાં 3-3 અંક છે. પરંતુ ભારતીય ટીમના સારી ગોલ સરેરાશના કારણે પ્રથમ સ્થાન મેળવ્યું છે. બેલ્જિયમે તેની પ્રથમ મેચમાં કનાડાને 2-1થી હરાવ્યું હતુ.

Next Story