Connect Gujarat
દેશ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગ્લોરમાં બીજી ટેસ્ટ મેચ શરૂ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગ્લોરમાં બીજી ટેસ્ટ મેચ શરૂ
X

ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તારીખ 4 માર્ચે બેંગ્લોર ખાતે બીજી ટેસ્ટ શરુ થઇ ગઈ છે.જેમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ટીમ ઇન્ડિયામાં લોકેશ રાહુલ, અભિનવ મુકુંદ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણ, કરૂણ નાયર, રવિચંદ્રન અશ્વિન, રિદ્દિમાન સહા (વિકેટકીપર),રવિન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા છે.

જયારે ઓસ્ટ્રેલિયાની ટીમમાં ડેવિડ વોર્નર, મેટ રેન શો, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), શોન માર્શ, પીટર હેંન્ડસકોમ્બ, મિશેલ માર્શ, મેથ્યૂ વેડ, મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે આ મેદાન પર કુલ 21 ટેસ્ટ રમી છે, જેમાંથી 6 મેચ જીતી છે જ્યારે 6માં પરાજય થયો છે. ભારતની 9 ટેસ્ટ મેચ ડ્રો થઇ છે.તેમજ ઓસ્ટ્રેલિયાએ અહી પાંચ ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી બે મેચ જીતી છે.

Next Story