Connect Gujarat
ગુજરાત

ભારત અને ચીનના વિદેશ મંત્રી વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક મળી

ભારત અને ચીનના વિદેશ મંત્રી વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક મળી
X

આગામી દિવસોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ જીનપીંગ વચ્ચે મંત્રણા યોજાશે. જેના આયોજન સંદર્ભમાં દેશના વિદેશમંત્રી એસ. જયશંકર ચીનના પ્રવાસે ગયાં છે.

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લેવા બાબતે ચીને ઉઠાવેલા વાંધા વચ્ચે દેશના વિદેશ મંત્રી એસ. જયશંકર 3 દિવસના ચીનના પ્રવાસે પહોંચ્યાં છે. જયાં તેમણે તેમના સમકક્ષ ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે બેઇજીંગમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં બંને દેશો વચ્ચે સંસ્કૃતિના આદાન પ્રદાન સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં આગામી દિવસોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ જીનપીંગ વચ્ચે મંત્રણા યોજાશે જે બાબતે પણ બંને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે ચર્ચા થઇ હતી. બંને નેતાઓ વચ્ચે ડીસેમ્બર મહિનામાં દીલ્હીમાં બેઠક થાય તેવું આયોજન કરાયું છે.

Next Story