Connect Gujarat
દેશ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈલનો હાઈવોલ્ટેજ મુકાબલો

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈલનો હાઈવોલ્ટેજ મુકાબલો
X

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન 10 વર્ષ બાદ આઇસીસીની કોઇ ટુર્નામેન્ટની ફાઇનલમાં બંને ટીમો એકબીજા સામે મેચ રમાશે.

આ અગાઉ 2007માં ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન એકબીજા સામે મેચ રમાઈ હતી, જેમાં ભારતનો પાંચ રને વિજય થયો હતો. ભારતીય ટીમ પ્રથમવાર ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બની હતી.

10 વર્ષ બાદ ફરી એકવાર ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન ટકરાઇ રહ્યા છે. આઈસીસી ટૂર્નામેન્ટ હિસ્ટ્રી (ટી-20 અને વન-ડે) માં બંને ટીમો 15 વખત ટકરાઈ છે. જેમાં 13 વખત ભારત અને 2 વખત પાકિસ્તાનનો વિજય થયો છે.

આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2007ની ફાઈનલના 10 વર્ષ બાદ ભારત-પાકિસ્તાન કોઈ ટૂર્નામેન્ટની ફાઈનલમાં ટકરાશે. વર્તમાન ચેમ્પિયન્સ ટ્રોફીની લીગ મેચમાં ભારતે પાક.ને 124 રનથી હરાવ્યું હતું આ આઈસીસી ટૂર્નામેન્ટ્સમાં પાક. પર ભારતનો સતત 7મો વિજય હતો.

Next Story