Connect Gujarat
દુનિયા

ભારત કેનેડા વચ્ચે મિત્રતા વધુ ગાઢ બની,6 મહત્વનાં કરાર પર મહોર વાગી

ભારત કેનેડા વચ્ચે મિત્રતા વધુ ગાઢ બની,6 મહત્વનાં કરાર પર મહોર વાગી
X

ભારત અને કેનેડા બંને દેશો વચ્ચે 6 મહત્વના કરાર થયા છે. જેના કારણે બંને દેશો વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બની હોવાનું કહેવાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાનાં પ્રઘાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ હૈદરાબાદ હાઉસમાં મુલાકત દરમિયાન બંને દેશો વચ્ચે ઈલેક્ટ્રોનિક્સ, પેટ્રોલિયમ, સ્પોર્ટ્સ, કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, ઉચ્ચ શિક્ષા અને સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન પર કરાર કરવામાં આવ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે કેનેડાનાં પીએમ જસ્ટિન ટ્રુડોની મુલાકાત થી ખુશી થઇ છે. જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ લોકતંત્ર માટે ખતરો છે. કેનેડા થી ભારતીય સમુદાયની ઉપલબ્ધિઓ પર અમે દરેક ભારતીયોને ગર્વ છે.

અમારી આર્થિક ભાગીદારી માટે એક સંસ્થાગત માળખાની વ્યવસ્થા કરવી જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે અમે બંનેએ સુરક્ષા સંબંધી સમસ્યા પર ચર્ચા કરી. આપણે આતંકવાદ સામે એક સાથે મળીને લડવું પડશે. અમે આતંકવાદ, રક્ષા પ્રણાલી સહિત ઘણા મુદ્દા પર વાતચીત કરી. ઉચ્ચ શિક્ષા માટે ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા જ ફેમસ જગ્યા રહી છે. કેનેડામાં એક લાખ 20 હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે

Next Story