Connect Gujarat
દેશ

ભારત દેશમાં ટોપ-10 બેસ્ટ સેલિંગ કારોમાં મારૂતિના 5 મોડેલ

ભારત દેશમાં ટોપ-10 બેસ્ટ સેલિંગ કારોમાં મારૂતિના 5 મોડેલ
X

દેશની ટોપ ટેન બેસ્ટ સેલિંગ કારમાં મારૂતિ સુઝુકીના 6 મોડેલે સ્થાનમેળવ્યું છે. જેમાં 2,63,422 કારોના વેચાણ સાથે મારૂતિ અલ્ટોએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જ્યારે મારૂતિ ડિઝાયર અને મારૂતિ સ્વિફ્ટે અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. મારૂતિએ નવી લોન્ચ કરેલી સેલેરિયોએ પ્રથમ વર્ષે જ સાતમુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. મારૂતિના બીજા બે મોડેલ મારૂતિ વેગનઆર અને મારૂતિ ઓમ્નીએ પણ ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. ટોપ ટેન કારોમાં હ્યુન્ડાઇ ગ્રાન્ડ અને હ્યુન્ડાઇ એલાઇટે અનુક્રમે પાંચમો અને છઠ્ઠો ક્રમાંક હાંસલ કર્યો છે. મહિન્દ્રાની એકમાત્ર બોલેરોએ આઠમુ

સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આ યાદીમાં હોન્ડા સિટી અંતિમ ક્રમાંકે રહી છે.

Next Story