Connect Gujarat
ટેકનોલોજી

ભારત દ્વારા અગ્નિ-5 નું સફળ પરીક્ષણ

ભારત દ્વારા અગ્નિ-5 નું સફળ પરીક્ષણ
X

ભારત દ્વારા ઓરિસ્સાના બાલાસોર જિલ્લાના દરિયા કિનારે અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી સ્વદેશી સપાટી ટુ સપાટી મારણ ક્ષમતા સાથે પરમાણુ હથિયાર થી સજ્જ એવી બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. જેમાં આ તેનો ચોથો અને આખરી ટેસ્ટ હતો.

17મીટર લાંબી અને 2 મીટર પહોળી તેમજ 50 ટનનું વજન ધરાવતી આ મિસાઈલની મારણ ક્ષમતા 5000 કિ.મી ની છે. આ સાથે એક ટન કરતા વધુ પરમાણુ બોમ્બ લઇ જવામાં સક્ષમ એવી આ મિસાઈલ અગ્નિ શ્રેણીની અન્ય મિસાઈલ કરતા વધુ ટેક્નોલોજીયુક્ત અને વધારે જમીન થી જમીનની મારણ ક્ષમતા ધરાવે છે.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સફળ પ્રક્ષેપણ માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ને અભિનંદન આપ્યા હતા.

ઇન્ટર-કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) અગ્નિ-5ની પ્રહાર ક્ષમતા એશિયાના કોઈ પણ ભાગમાં અને આફ્રિકા અને યુરોપ ના અમુક ભાગો તમામ સુધીની છે.

એકવાર અગ્નિ 5 નો ભારતીય લશ્કરમાં સમાવેશ થયા બાદ અમેરિકા, રશિયા, ચાઇના, ફ્રાન્સ અને બ્રિટન પછી ભારત પણ ICBMs ક્લબ માં જોડાશે અને આ સાથે તે 5000 થી વધુ કિમીની રેન્જની મિસાઈલ ધરાવતો છઠ્ઠો દેશ બની જશે.

Next Story