Connect Gujarat
દુનિયા

ભારત માટે અફઘાનિસ્તાનની પાકિસ્તાનને ચેતવણી!

ભારત માટે અફઘાનિસ્તાનની પાકિસ્તાનને ચેતવણી!
X

ભારત સાથે વેપારના મામલે અફઘાનિસ્તાને પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પાકિસ્તાનને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો પાકિસ્તાન અફઘાન વેપારીઓ માટે લાહોર-વાઘા બોર્ડર નહી ખોલે તો અફઘાનિસ્તાન પણ પાકિસ્તાનના વેપારીઓ માટે ટ્રેંઝિટ રૂટ બંધ કરી દેશે.

ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનના રિપોર્ટ મુજબ અશરફ ગનીએ જણાવ્યું હતું કે જો પાકિસ્તાન અફઘાન ટ્રેડર્સને આયાત અને નિકાસ કરવા માટે વાઘા બોર્ડરનો ઉપયોગ કરવાની પરવાનગી નહી આપે તો અફઘાનિસ્તાન પણ પાકિસ્તાનને ઉન ટ્રેંઝિટ રૂટનો ઉપયોગ કરવા નહી દે. જેના દ્વારા પાકિસ્તાનના ટ્રેડર્સ સેંન્ટ્રલ એશિયા અને અન્ય દેશો સાથે વેપાર કરે છે.

અફઘાનિસ્તાનનું આ નિવેદન એવા સમયે આપવામાં આવ્યું છે જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઘણાં મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે.

Next Story