Connect Gujarat
દેશ

ભારત રત્ન થી સન્માનિત મહારિષી કારવે ની 158મી જન્મજયંતી

ભારત રત્ન થી સન્માનિત મહારિષી કારવે ની 158મી જન્મજયંતી
X

વિધવા મહિલા પુનર્લગ્ન,તેમજ પ્રથમ મહિલા યુનિવર્સિટીની સ્થાપના કરી મહીલોના ઉસ્થાન માટે નવી જાગૃતતા ની શરૂઆત કરી હતી.

મહિલા સશક્તિકરણ અંગે ભારતભરમાં જાગૃતિ લાવનાર “ભારત રત્ન મહારિષી કારવે.”

આજે ભારત દેશ દુનિયામાં હરણફાળની ગતિએ પ્રગતિ કરી રહ્યુ છે. આ પ્રગતિ ભારત દેશના દરેક નાગરિકની પ્રગતિ છે, દરેક મહિલાની પ્રગતિ છે. સમાજ, દેશ, દુનિયામાં દરેક જગ્યાએ મહિલા પુરૂષ સમોવડી બની રહી છે. દરેક ક્ષેત્રમાં તેઓનું અનેરૂ યોગદાન રહયુ છે.

ભારતીય મહિલાઓની સ્થિતી ઘણા દાયકાઓથી વિકટ બની હતી. સ્ત્રી ભ્રૂણ હત્યા, વિધવા પુનર્વિવાહ, દહેજ વિવિધ સમસ્યાઓમાં મહિલાઓનું ઘણું શોષણ થતુ હતુ.

૧૮ એપ્રિલ ૧૮૫૮માં જન્મેલ ધોન્ડો કેશવ કારવે એ ભારતભરમાં મહિલા જાગૃતિ અભિયાન ચલાવી ઘણી જાગૃતતા લાવવાના પ્રયાસો કર્યા હતા. તેઓ વિદ્યાર્થીનીઓને ભણતર માટે ખૂબ પ્રોત્સાહિત કરી સમાજમાં આગળ ધપવા માટેના હર હંમેશ પ્રયાસો કરતા રહેતા હતા. તે દિશામાં તેઓએ ૧૯૧૬માં ભારતની પ્રથમ મહિલા યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.

વિધવા મહિલા પુનર્લગ્ન જેવા દુષકાયદાનો પણ તેઓએ વિરોધ કરી વિધવા મહિલા પુનર્લગ્ન કરી શકે તે માટે પણ તેઓએ જાગૃતતા ફેલાવી હતી. ૧૯૮૬માં તેઓએ “ Hindu Widow’s Home Association “ ની પુને ખાતે સ્થાપના કરી હતી.

મહારિષી કારવેના મહિલા પ્રત્યેના દુર્લભ યોગદાન બદલ ૧૯૫૮માં તેઓને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Next Story