Connect Gujarat
Featured

ભારત સરકાર ટિકટોક સહિત 59 ચીની એપ પર મુક્યો પ્રતિબંધ

ભારત સરકાર ટિકટોક સહિત 59 ચીની એપ પર મુક્યો પ્રતિબંધ
X

ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. ભારતમાં 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જે એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમાં ટિકટોક, યૂસી બ્રાઉઝર, શેયર ચેટ સહિતની એપ સામેલ છે.

આ સિવાય હેલો, લાઈક, કૈમ સ્કૈનર, શીન કાઈને પણ બેન કરી છે. બાયડુ મૈપ, કવાઈ, ડયૂ બેટરી સ્કૈનરને પણ બેન કરવામાં આવી છે. સરકારે આ ચીન એપ પર આઈટી એક્ટ 2000 મુજબ બેન લગાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે લદાખની ગલવાન ઘાટીમાં સેના સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ચીન અને તેની પ્રોડક્ટ સહિત તમામ એપને લઈને ભારતના લોકોમાં ગુસ્સો હતો. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ આત્મનિર્ભર ભારત બનાવવાની લોકોને અપીલ કરી હતી.

ચીનની આ 59 એપ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે કાલે બંને દેશો વચ્ચે કોર કમાન્ડર સ્તરની બેઠક લદાખના ચુશૂલમાં થવા જઈ રહી છે. ખાસ વાત તો એ છે કે આ મિટિંગમાં આ વખતે ભારતના બોલાવવા પર થઈ રહી છે. આ પહેલા બે મિટિંગ ચીનના આમંત્રણ પર આયોજિત થઈ હતી.

Next Story