ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે પ્રથમ T20 મેચ રમાશે.
BY Connect Gujarat15 Sep 2019 3:41 AM GMT
X
Connect Gujarat15 Sep 2019 3:41 AM GMT
વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ બાદ પ્રથમ વખત ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે. T-20 વર્લ્ડ કપને એક વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે ટીમ ઈન્ડિયા આજથી શરૂ થઈ રહેલી સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટી-૨૦ની શ્રેણીમાં યુવા ખેલાડીઓને અજમાવવા માટે તૈયાર છે.
ભારત આજે સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની ટી-20 શ્રેણી પૈકીની પ્રથમ મેચ રમશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T-20 સીરિઝનો પ્રથમ મુકાબો રવિવારે ધર્મશાળાના એચપીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
ભારતીય સમય પ્રમાણે સાંજે 6.30 કલાકે ટોસ થશે અને 7.00 કલાકથી મેચ શરૂ થશે. ધર્મશાળાની પીચ ફાસ્ટ બોલરોને મદદ કરશે તેમ માનવામાં આવે છે. મેચમાં વરસાદનું વિઘ્ન પણ આવી શકે છે.
Next Story