Connect Gujarat
દેશ

ભારત V/S ઇંગ્લેન્ડ વચ્ચે કાલથી ટી-20 જંગનો આરંભ થશે

ભારત V/S ઇંગ્લેન્ડ વચ્ચે કાલથી ટી-20 જંગનો આરંભ થશે
X

તારીખ 26 જાન્યુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 ની પ્રથમ મેચ કોલકાતામાં આવેલ ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે.

મહત્વની વાત એ છે કે આ ગ્રાઉન્ડ પર પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ટી-20 મેચનું આયોજન કરવામાં આવ્યુ છે. જેને લીધે દર્શકોમાં પણ તેને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

એક તરફ ટેસ્ટ અને વનડે શ્રેણી જીતીને ભારતે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. જયારે છેલ્લી વનડેમાં જીતથી ઈંગ્લેન્ડ પણ ફોર્મમાં છે તથા વધુમાં અત્યાર સુધી ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ આઠ જેટલી ટી-20 મેચોમાંથી 5 મેચો ઇંગ્લેન્ડે પોતાના નામે કરી છે.

ટીમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલી સહિત મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડયા, સુરેશ રૈના, યુવરાજ સિંહ, લોકેશ રાહુલ તો બીજી તરફ ઇંગ્લેન્ડના કપ્તાન મોર્ગન સહિત એલેક્સ હેલ્સ, મોઇન અલી, જેસોન રોય, જોશ બટલર તથા બેન સ્ટોક્સ પર સૌની નજર રહેશે.

Next Story