Connect Gujarat
Featured

ભાવનગર : નેસવડ ગામે હત્યા કરાયેલી હાલતમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો, જુઓ પોલીસે કોની કરી ધરપકડ..!

ભાવનગર : નેસવડ ગામે હત્યા કરાયેલી હાલતમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો, જુઓ પોલીસે કોની કરી ધરપકડ..!
X

ભાવનગરના નેસવડ ગામે સવારથી ગુમ થયેલા 3 વર્ષના માસૂમ બાળકનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે હત્યા શા માટે કરવામાં આવી તેનું કારણ જાણવા પોલીસે બાળકની બહેનના પતિની શંકાના આધારે પૂછપરછ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, ભાવનગરના નેસવડ ગામે રહેતા શિવનાથ બિહારીનો 3 વર્ષીય પુત્ર શિવમ સવારથી જ ગુમ થયો હતો, ત્યારે જેમાં મોડી રાત્રીના સમયે ઉખરલાની સીમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે બાળક તેના ઘરેથી ગુમ થયો ત્યારે તેની સાથે તેની મોટી બહેનનો પતિ સાથે જ હતો. જેથી પોલીસને આશંકા વ્યકત થતાં તેની અટકાયત કરી પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુન્હો કબૂલ કર્યો હતો.

ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશન હેઠળના નેસવડ GIDC વિસ્તારમાં રહેતા અને ફેક્ટરીમાં મજૂરી કામ કરતાં મૂળ બિહારના પરપ્રાંતીય વ્યક્તિના 3 વર્ષીય માસૂમ બાળકની તેના જ સબંધીએ કરપીણ હત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે, ત્યારે વરતેજ પોલીસે આરોપીને ગણતરીની મિનિટોમાં ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Next Story