Connect Gujarat
સમાચાર

ભાવનગર: સાંસદ ભારતીબેન શિયાળની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી, સ્વાગતમાં કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા

ભાવનગર: સાંસદ ભારતીબેન શિયાળની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી, સ્વાગતમાં કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા
X

ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન શિયાળની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી થતા નારી ચોકડી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ કાર્યકર્તાઓએ ભાન ભૂલી કોરોના ગાઈડલાઇનનો ભંગ કર્યો હતો. કાર્યક્રમ સ્થળે લોકોના ટોળા જમ્યા હતા.

ભાવનગરનાં સાંસદ ડો. ભારતીબેન શિયાળને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનો હોદ્દો મળતા ભાવનગરમાં તેમનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારી વચ્ચે પણ કાર્યકર્તાઓનો ઉત્સાહ આસમાને હતો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સ્વાગતમાં પહોંચ્યા હતા અને કોરોનાના જોખમને આવકાર્યું હતું. કાર્યકર્તાઓ કાર્યક્રમમાં ભાન ભૂલ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સ ગુમાવી કોરોના ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કર્યું હતું. સન્માન કાર્યક્રમમાં ભારતીબેન શિયાળને ખુલ્લી જીપમાં બેસાડી વંદે માતરમ અને ભારત માતાકી જયના જયઘોષ વચ્ચે રેલી કાઢવામાં આવી હતી.

ભાવનગર સંસદ ડો.ભરતીબેન શિયાળ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી થતા. સમગ્ર ગુજરાતના ભાજપ પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી થયા બાદ પ્રથમવાર ભાવનગર આવી રહેલા ભાવનગરના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળનું અદકેરું સ્વાગત કરવા શહેરના નારી ચોકડીથી તેઓના ઘર સુધી કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નારી ચોકડી ખાતે ભાવનગરના મેયર મનહર મોરીએ કુલહારથી તેમનું સ્વાગત કર્યું હતું. જ્યારે સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત અને ઉત્સાહિત થયેલા તેમજ મોટી સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સ ગુમાવ્યું હતું .

ઉલખનિય છેકે સામાન્ય પ્રજા સામે માસ્ક અને સોશિયલ ડિસ્ટનિંગના નામે દંડા પછાડતી પોલીસ અહીં મુકપ્રેક્ષક બની ગઇ હતી. કોરોના ગાઇડલાઇનનાં તમામ નિયમો નેવે મુકીને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Next Story