Connect Gujarat
ગુજરાત

ભાવનગર : 30 લાખ રૂપિયાની ખંડણી માટે જૈન શ્રેષ્ઠીનું અપહરણ, 3 આરોપી ઝડપાયાં

ભાવનગર :  30 લાખ રૂપિયાની ખંડણી માટે જૈન શ્રેષ્ઠીનું અપહરણ, 3 આરોપી ઝડપાયાં
X

ભાવનગર

શહેરમાં રહેતા અને નિરમા કંપનીમાં નોકરી કરતાં કર્મચારીનું અપહરણ કરી 30 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી.

બોટાદ પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણકારોની કારને આંતરી નોકરીયાતને સલામત રીતે

મુકત કરાવ્યાં છે. ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓની ધરપકડ કરાઇ છે.

ભાવનગર સુભાષનગર વિસ્તારમાં આવેલ નેચરલ પાર્કમાં

રહેતા અને નિરમા કંપનીમાં નોકરી કરતા કરતા વિક્રમ જૈન ગઈ કાલે સવારે ૭ કલાકના અરસા

દરમિયાન પોતાના ઘરેથી જૈન દેરાસર જવા માટે નીકળ્યા હતા તે વેળાએ ગોપાલ મેર અને

અન્ય બે અજણ્યા શખસોએ કારમાં આવી વિક્રમભાઇનું અપહરણ કરી નાસી છૂટ્યા હતાં.

અપહરણકારોએ વિક્રમભાઇના પુત્ર પિયુષને ફોન કરી 30 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. ઘટના અંગે

પિયુષભાઇએ પોલીસને જાણ કરતાં સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. બોટાદ

જિલ્લામાં નાકાબંધી દરમિયાન એક શંકાસ્પદ કાર આવતાં પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતાં

કારચાલકે કાર હંકારી મુકી હતી. પોલીસે કારનો પીછો કરતા અપહરણકર્તાઓ કાર છોડી

હથિયાર લઇ વાડી વિસ્તારમાં નાસી છૂટ્યા હતાં. કારમાંથી વિક્રમ જૈન મળી આવતાં તેમને

ભાવનગર પોલીસને સોંપવામાં આવ્યાં. આધેડનું અપહરણ કરનાર અપહરણકર્તા ભાવનગર શહેરના

ગોકુળનગરના ખારા વિસ્તારમાં હોવાની બાતમી મળતાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી

તેમની વધુ પુછપરછ હાથ ધરી છે.

Next Story