Connect Gujarat
Featured

ભાવનગર : MKU ની વિદ્યાર્થિનીએ વધાર્યું ગૌરવ, સિદ્ધિ મેળવનાર રાજ્યમાં એકમાત્ર!

ભાવનગર : MKU ની વિદ્યાર્થિનીએ વધાર્યું ગૌરવ, સિદ્ધિ મેળવનાર રાજ્યમાં એકમાત્ર!
X

રિપબ્લક ઓફ વુમન (યુનાઈટેડ નેશન) એજ્યુકેટિવ બોર્ડ દ્વારા ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરવા મહિલા કોલેજની વિદ્યાર્થિની જાનવી મહેતાનો મહત્વની યાદીમાં સમાવેશ કરાયો છે. વિશ્વમાં મહિલા સશક્તિકરણ માટે કાર્યરત અને નારી ઉત્થાન માટે કામ કરતી ૧૦૦૦ મહિલાઓ ની યાદીમાં જાનવી મહેતાનો સમાવેશ કરાયો છે.

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરવા મહિલા કોલેજની વિદ્યાર્થિનીને મહિલા સશક્તિકરણમાં વિશ્વની એક હજાર મહિલાઓમાં સ્થાન મળ્યું છે. આ વિદ્યાર્થીનીનું નામ છે જાનવી મહેતા. જાનવીએ આ સિદ્ધિ મેળવીને કોલેજ અને ભાવનગરનું નામ વિશ્વકક્ષાએ રોશન કર્યું છે.

જાનવી મહેતા શહેરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે એમ.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને યોગાની ઇન્ટરનેશનલ ખેલાડી છે. જાનવી મહેતા યોગ ક્ષેત્રમાં ચીન, હોંગકોંગ, વગેરે દેશોમાં અનેક ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી ચુકી છે સાથે સાથે મિસ યોગિનીનો એવોર્ડ પણ મેળવી ચૂકી છે. તેમજ કુ.જાનવી એશિયાની બ્રાન્ડ એમ્બેસેડર છે. તાજેતરમાં રિપબ્લિક ઓફ વુમન દ્વારા વિશ્વની નારી સશક્તીકરણ માટે કાર્યરત ૧૦૦૦ મહિલામાં પસંદગી થતા કુ.જાનવી મહેતાએ કોલેજ, ભાવનગર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જાનવી મહેતાની આ સિદ્ધિ બદલ કોલેજના મે.ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ અને મેં.ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી નંદકુવરબા કોલેજ, ભાવનગરની વિદ્યાર્થિનીની પસંદગી કરાઈ હતી.

નંદકુવરબા કોલેજ પ્રોગ્રામ ઓફીસર ગોહિલે જણાવ્યું હતું કે, કોલેજની વિદ્યાર્થિની જાનવી મહેતા તાજેતરમાં વિશ્વની ૧૦૦૦ મહિલાઓ સ્ત્રી સશક્તીકરણ માટે કામ કરે છે તેની યાદીમાં તેમની પસંદગી કરવામાં આવી છે. જાનવી મહેતા યોગની ખેલાડી છે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવનગર અને નંદકુવરબા કોલેજનું નામ રોશન કર્યું છે. યાદીમાં જે ૧૦૦૦ મહિલાઓનો સમાવેશ કરવામા આવ્યો છે. તેમાં ભારતના ખ્યાતનામ મહિલાઓ, સામાજિક કાર્યકરો, કિરણ બેદી જેવી અનેક મહિલાઓ છે જેનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર નંદકુવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીની જાનવી મહેતાની પસંદગી કરવામાં આવી છે.

Next Story