Connect Gujarat
ગુજરાત

ભિલીસ્તાન લાયન સેના  ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં 11 જેટલા ઉમેદવાર ઉતારશે

ભિલીસ્તાન લાયન સેના  ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં 11 જેટલા ઉમેદવાર ઉતારશે
X

ભિલીસ્તાન લાયન સેના રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાતમા લોકસભામા 11 જેટલા ઉમેદવાર ચુંટણીમા ઉતારશે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ભિલીસ્તાન લાયન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સાહિદ મન્સૂરી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરવામાં આવી હતી. છોટાઉદેપુર લોકસભામા પ્રવિણ રાઠવા ઉમેદવારી કરશે.

આગામી દિવસોમાં લોકસભા 2019 ની ચૂંટણી યોજાનાર છે.ત્યારે સમગ્ર દેશમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા જુદી જુદી બેઠકો માટે તેમના ઉમેદવારોની જાહેરાતો થઈ રહી છે.ત્યારે છેલ્લા થોડોક સમયથી અસ્તિત્વમાં આવી સતત કાર્યશીલ રહેલા ભિલીસ્તાન લાયન સેના સંગઠન દ્વારા ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એમ ચાર રાજ્યોમાં કુલ ૧૧ બેઠકો પર તેના ઉમેદવારોના ચૂંટણી લડાવવા જઈ રહી છે.

ગુજરાત રાજ્યની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર ,ભરૂચ, વલસાડ, બારડોલી, પંચમહાલ અને દાહોદ એમ સાત બેઠકો પર તેના ઉમેદવારોને ચૂંટણી લડાવી શક્તિ પ્રદર્શન કરશે. તેમ કહેતા શાહિદ મન્સૂરીએ સાત બેઠકો પૈકી ચાર બેઠકો પરના ઉમેદવારોના નામોની જાહેરાત કરી છોટાઉદેપુર બેઠક માટે પ્રવીણભાઈ ધૂળસિંગભાઇ રાઠવા, ભરૂચ બેઠક પર વસાવા દિનેશભાઈ રવજીભાઈ, વલસાડમાં પટેલ ગૌરાંગભાઈ રમેશભાઈ, અને બારડોલીમાં સેમનભાઈ કેવજીભાઇ વસાવા ની જાહેરાત કરી હતી. આમ ભારતમાં ચાર રાજ્યોમાં ભીલીસ્તાન લાયન સેના પોતાના અલગ બેનર અને નેજા હેઠળ અપક્ષ ઉમેદવારી દ્વારા પોતાનું શક્તિ પ્રદર્શન કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.

ભીલીસ્તાન લાયન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સાહિલ મન્સૂરીએ ચાર રાજ્યોમાં તેમના આ સંગઠનના ૧૧ બેઠકો પર તેમના ઉમેદવારોને ચૂંટણી લડવાની તૈયારીઓ કરી ચૂક્યા છે. વિવિધ આંદોલન દ્વારા લોકહિતના સામાજિક કાર્યો કરતી રહી હોય ભિલિસ્તાન સેના ની બોલબાલા વધી છે તેમ કહી આજનો યુવાન સતત ને સતત બેરોજગારીનો શિકાર બની રહ્યો છે ત્યારે જો તક મળશે તો યુવાનોની બેરોજગારી ના પ્રશ્નો ની સાથે સ્થાનિક લોકોની આર્થિક સ્થિતિને સુધારવાનો સતત પ્રયત્ન કરીશું તેમ જણાવ્યું હતું.

Next Story