Connect Gujarat
ગુજરાત

ભુજ: જમાતખાના પાસે થયેલા ગોળીબાર મામલે ફાયરિંગ કરનાર ૧ શખ્સ તંમચા સાથે ઝડપાયો

ભુજ: જમાતખાના પાસે થયેલા ગોળીબાર મામલે ફાયરિંગ કરનાર ૧ શખ્સ તંમચા સાથે ઝડપાયો
X

ભુજમાં ચાકી જમાતખાના પાસે થયેલા ગોળીબાર પ્રકરણમાં પોલીસે ફાયરિંગ કરનાર મુખ્ય શખ્સને દેશી તંમચા સાથે ઝડપી લીધો છે.ઇસ્માઇલ ઉર્ફે લડડુના ૧ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર થયા છે.જો કે , લડ્ડુએ પણ સામે પક્ષે પ્રતિ ફરિયાદ નોંધાવી છે.

ભુજમાં પોલીસની ધાકના ધજાગરા ઉડાવનારી શૂટઆઉટની ઘટનામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે ફાયરીંગ કરનારા મુખ્ય આરોપી ઈસ્માઈલ તારમામદ ચાકી ઊર્ફે લડ્ડુની દેશી તમંચા સાથે ધરપકડ કરી છે .બીજી તરફ, લડ્ડુએ પણ ગંગુ સહિત કુલ પાંચ લોકો સામે પ્રાણઘાતક હથિયારો સાથે આવી પોતાની કાર પર પથ્થરમારો કરી નુકસાન કરવાની વળતી ફરિયાદ નોંધાવી છે.ભુજના કેમ્પ એરીયામાં રહેતા ૩૧ વર્ષિય લડ્ડુએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેની માસીના દીકરાની સગાઈ હોઈ તે તેના કાકાની સફેદ રંગની સ્કોર્પિયો કારમાં પરિવાર સાથે ચાકી જમાતખાના ગયો હતો. જમીને તે એકલો રતીયા ગામે જતો હતો ત્યારે બહાર ઈસ્માઈલ ઊર્ફે ગંગુડો બુલેટ પર આવીને ઉભો રહી ગયો હતો.

તેની સાથે એક સફેદ રંગની કારમાં મુજાહિદ અલીમામદ હિંગોરજા, સામીત ઈશાક હિંગોરજા, ઈબ્રાહિમ હિંગોરજા અને એક અજાણ્યો શખ્સ ધારીયું અને પાઈપો લઈને આવી ચડ્યાં હતા. ગંગુડો ડ્રાઈવીંગ સીટના દરવાજા તરફ આગળ ધપતાં તેણે જોરથી દરવાજો ખોલી ધક્કો મારતાં ગંગુડો પડી ગયો હતો. ત્યારબાદ પોતે જમાતખાના તરફ નાસવા માંડતા આરોપીઓએ પથ્થરો માર્યાં હતા.

જેમાં એક પથ્થર તેને પીઠ પર વાગ્યો હતો. પથ્થરમારામાં કારને પણ નુકસાન થયું હતું. પોતે નાસીને જમાતખાનામાં પરત આવી જતાં અને અહીં તેના અન્ય પરિવારજનો-સંબંધીઓની હાજરી જોઈ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. બાદમાં પોતે પણ એક મારૂતિ વેનમાં બેસી માધાપર હાઈવે તરફ નાસી ગયો હતો. આરોપીઓએ રૂકસાના મર્ડર કેસ સંબંધે શક રાખી આ હુમલો કર્યો હોવાનું લડ્ડુએ ફરિયાદમાં જણાવ્યું છે.

ગંગુ પર પાંચથી છ રાઉન્ડ ફાયરીંગ થયું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.લડ્ડુની ધરપકડ બાદ આજે કોર્ટમાં રિમાન્ડ માટે લઈ જવાયો હતો કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે..કેસમાં ઝીણવટભરી તપાસ અને પુરાવા એકત્ર કરી અન્ય છ આરોપીઓની ધરપકડ કરવા બી ડીવિઝન પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story