Connect Gujarat
ગુજરાત

ભુજ સ્વામીનારાયણના સ્વામીની પ્રેમલીલાના મામલામાં ચોંકાવનારો વળાંક

ભુજ સ્વામીનારાયણના સ્વામીની પ્રેમલીલાના મામલામાં ચોંકાવનારો વળાંક
X

  • સ્વામીનાં મોબાઈલમાંથી યુવતીના બીભત્સ ફોટા મળવાનો મામલો

  • સ્વામીની જનોઈ ઉતારી લેવામાં આવી અને સીખા પણ કાપી નાખવામાં આવી

ભુજ સ્વામીનારાયણના સ્વામીની પ્રેમલીલાના મામલામાં ચોકાવનારો વણાંક આવ્યો છે. ચંદ્ર પ્રકાશ સ્વામીના ત્રણ યુવતીઓ સાથે પ્રેમ સબંધ હોવાનું તેમજ સ્વામીનાં મોબાઈલમાંથી યુવતીના બીભત્સ ફોટા મળવાનો મામલો સામે આવ્યા બાદ ચંદ્ર પ્રકાશ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આખરે આજે આચાનક ચન્દ્ર પ્રકાશ પ્રગટ થયો છે અને તેમની સામે લાગેલા તમામ આરોપ પાયા વિહોણા હોવાનું તેમજ ભુજ મંદિરના કેટલાક વામી તેને ફસાવી દીધો હોવાનું ઘટસ્ફોટ કર્યો છે.

ભુજ સ્વામીનારાયણ મંદિરના ચંદ્ર પ્રકાશ સ્વામી ત્રણ જેટલી યુવતીના સંપર્ક હોવાનું બહાર આવ્યું હતુ. સ્વામીના મોબાઈલમાંથી યુવતીના બીભત્સ ફોટા મળી આવ્યા હતા. ઘટના બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા સ્વામી આખરે સામે આવ્યા છે અને સમગ્ર મામલે કેટલાક ચોકાવનારા ખુલાસા કર્યા છે. બનાવ બાદ સ્વામી ચન્દ્રપ્રકાશને નારાણપર ગામમાં આવેલ ગુરુકુળમાં રાખવામાં આવ્યા હતા.

કેટલાક સંતો દ્વારા તેમને એક રૂમમાં પૂરી રાખવામાં આવ્યા હતા. સ્વામી નારાણપર ગામના ગુરુકુળમાં હોવાનું યુવતીના પરિવારજનો જાણ થતા આખરે ચન્દ્ર પ્રકાશ સ્વામીને સુરત મોકલી આપવામાં આવ્યા હતા અને સુરતમાં કોઈ હરીભક્તનાં ઘરે રાખવામાં આવ્યા હતા. તે દરમિયાન તેમની પાસેથી મોબાઈલ લઇ લેવામાં આવ્યો હતો અને કોઈ જોડે વાત કરવા દેવામાં આવતી ન હતી.

ત્યારબાદ સ્વામીની જનોઈ ઉતારી લેવામાં આવી અને સીખા પણ કાપી નાખવામાં આવી હતી અને સ્વામી ચંદ્ર પ્રકાશને ગોડપર ગામ ખાતે મોકલવામાં આવ્યા હતા. હાલ સ્વામી ગોડપર ગામમાં તેમનાં સબંધીનાં ઘરે રહે છે.

ભુજ સ્વામીનારાયણ મંદિરમાં ચાલતા ગોરખધંધા અને કેટલાક સ્વામીની કરતુત અંગે સ્વામીએ કેટલાક મોટા ખૂલાસ કર્યા છે. સ્વામીએ જણાવ્યું છે કે ભુજ મંદિરનાં જ્ઞાન પ્રકાશ સ્વામી, કૃષ્ણ વિહારી સ્વામી, જય પ્રકાશ સ્વામી, દિવ્ય સ્વરૂપ સ્વામી, ઉતમ ચરણ સ્વામી, દિવ્ય પ્રકાશ સ્વામી મંદિરમાં ગોરખધંધા કરે છે. આ સ્વામી કેટલીક મહિલાઓના સંપર્કમાં છે. તેવો પણ મહિલા અને યુવતી સાથે વાત કરી રહ્યા છે. ચન્દ્ર પ્રકાશ સ્વામી પર ખોટા આરોપો એટલા માટે લગાવવામાં આવ્યા છે કે બીજા સ્વામીઓની કામલીલા બહાર ના આવી જાય.

સ્વામીએ જણાવ્યુ હતુ કે તેમના સિવાય ભુજ સ્વામીનારાયણ મંદિરનાં 12 જેટલા સ્વામીની કામલીલા બહાર આવે તેમ છે. હાલ છેલ્લા કેટલાક દિવસથી વિવાદિત રહેલા ચંદ્ર પ્રકાશ સ્વામીના આરોપોને લઈને ભુજ સ્વામીનારાયણ મંદિરની સંસ્થા વિવાદમાં સપડાઈ છે.

Next Story