Connect Gujarat
ગુજરાત

ભૂજ પાલિકાની બેદરકારીના પગલે ગેસલાઇનના ખાડામાં ફસાયો છોટા હાથી ટેમ્પો

ભૂજ પાલિકાની બેદરકારીના પગલે ગેસલાઇનના ખાડામાં ફસાયો છોટા હાથી ટેમ્પો
X

ભૂજ નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે ભુજના પોશ એરિયા ગણાતા આરટીઓ રિલોકેશન સાઈટમાં ગેસ લાઇનના ખાડામાં ટાટા એસ ગાડી ફસાઈ ગઈ હતી.

નગરસેવક ફાલ્ગુનીબેન ગોરના જણાવ્યા મુજબ , થોડા સમય અગાઉ વિસ્તારમાં ગેસ લાઇન પાથરવા માટે ખાનગી એજન્સી દ્વારા ખાડા ખોદવામાં આવ્યા હતા જો કે , ખાડા ખોદયા બાદ સરખી રીતે પેચ વર્ક ન કરતા અહીંથી પસાર થઈ રહેલી ગાડી તેમાં ફસાઈ ગઈ હતી. અગાઉ પણ આવા ખાડાઓમાં પડી જવાથી અનેકને નાની મોટી ફ્રેક્ચર સહિતની ઇજાઓ થવા પામી છે તો પાણીના જોડાણો પણ કપાઈ ગયા છે. ભૂજ નગરપાલિકાની આળસના કારણે એજન્સીઓ ખાડા ખોદી રવાના થઈ જાય છે હાલ વરસાદી માહોલમાં માટી બેસી જવાથી ખાડાઓ જોખમ સર્જી શકે તેમ છે પાલિકા નક્કર કામગીરી કરે તે ઇચ્છનીય છે

Next Story