Connect Gujarat
દેશ

ભ્રષ્ટાચાર પર કોંગ્રેસનાં વાર પર મોદીનો પલટવાર

ભ્રષ્ટાચાર પર કોંગ્રેસનાં વાર પર મોદીનો પલટવાર
X

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ અંગે પોતાનો અભિપ્રાય આપતા વડાપ્રધાન મોદીએ પોતાના સંસદમાં આપેલા ભાષણમાં કોંગ્રેસ પર આકરા વાર કર્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ અંગે પોતાનો અભિપ્રાય આપતું સંસદમાં ભાષણ આપ્યું. પોતાના ભાષણમાં મોદીએ1975માં લાદવામાં આવેલા કટોકટીના સમયને પણ યાદ કરી હતી અને કોંગ્રેસને આડેહાથ લીધી હતી.

આ પહેલા લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ મોદીને કેટલાક સવાલોનો મારો ચલાવ્યો હતો અને ટુ-જીમાં કોની વિરુદ્ધ કાર્યવાહી કરી સહીતના સવાલો કર્યા હતા. જેના જવાબમાં મોદીએ બીજા દિવસે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર સામે અમારી લડાઇ જારી રહેશે. અમે બદલાની ભાવના સાથે કામ નથી કરી રહ્યા.

મોદીએ દાવો કર્યો હતો કે અમે કાયદા પર ચાલવા વાળા છીએ, અને જો કોઇને જામીન મળ્યા હોય તો તેઓ તેનો આનંદ લે. જોકે ભ્રષ્ટાચાર સામેની અમારી આ લડાઇ યથાવત રહેશે. અને અમારે ખોટા રસ્તા પર જવાની જરુર નથી.

Next Story