Connect Gujarat
ગુજરાત

મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં મોટા ભાઈએ ભાજપ માંથી રાજીનામુ આપ્યા બાદ સહાનુભૂતિ સંમેલન યોજ્યુ

મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં મોટા ભાઈએ ભાજપ માંથી રાજીનામુ આપ્યા બાદ સહાનુભૂતિ સંમેલન યોજ્યુ
X

રાજ્ય સરકારનાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં મોટા ભાઈ વલ્લભદાસ પટેલે ભાજપ માંથી રાજીનામુ આપ્યા પોતાની હૈયાવરાળ ઠાલવવા માટે હાંસોટનાં કોટેશ્વર મંદિર ખાતે ગ્રામજનો સાથે સહાનુભૂતિ સંમેલન યોજીને ચૂંટણી લડવાની શક્યતા વ્યક્ત કરી હતી.

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર સતત ચોથી ટર્મ માટે ઈશ્વરસિંહ પટેલનાં નામની ભાજપ દ્વારા પસંદગી કરવામાં આવી છે. ત્યારે તેઓનાં મોટા ભાઈ વિજયસિંહ ઉર્ફે વલ્લભદાસ ઠાકોરસિંહ પટેલે ભાજપ માંથી રાજીનામુ આપી દીધુ હતુ.

ભરૂચ જિલ્લા પંચાયતનાં સદસ્ય વલ્લભદાસ પટેલે હાંસોટનાં કતપોર ખાતે આવેલા કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે ગ્રામજનોની ઉપસ્થિતિમાં સહાનુભૂતિ સંમેલન યોજ્યુ હતુ, જેમાં અંદાજીત 250 થી 300 લોકો ઉપસ્થિત રહ્યા હતા.

વલ્લભ પટેલે આ સંમેલનમાં જણાવ્યુ હતુ કે હાંસોટનાં ચકચારી ઝીંગા તળાવનાં કૌભાંડ અંગે તેઓએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. અને ભાજપ દ્વારા કરવામાં આવેલી ટિકીટ ફાળવણી અંગે નારાજગી વ્યક્ત કરી હતી, તેમજ લોકોનો અભિપ્રાય લઈને અપક્ષ તરીકે ચૂંટણી લડવી કે નહિં તે અંગેનો નિર્ણય કરશે તેમ તેઓએ જણાવ્યુ હતુ.

Next Story