Connect Gujarat
ગુજરાત

મકરસંક્રાતિ પુણ્યનું ભાથુ બાંધવા માટેનો પાવન પર્વ

મકરસંક્રાતિ પુણ્યનું ભાથુ બાંધવા માટેનો પાવન પર્વ
X

સૂર્ય એક રાશી માંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે. કારણ કે આ સમયે સૂર્ય પૃથ્‍વીની આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે.

# બહેન દીકરીઓને મોકલવામાં આવે છે ખિચડો :-

મકરસંક્રાંતિનાં દિવસે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. તો સાથો સાથ આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દીકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે. તેવી માન્યતા આપણે ત્યાં પ્રવર્તે છે. આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે. તો સાથો સાથ આજના દિવસે અન્ન, વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે પણ આપવામાં આવે છે.

# ક્યા રાશીનાં જાતકોએ કઈ વસ્તુનુ દાન કરવુ :-

મિથુન-સિંહ-તુલા રાશીનાં જાતકોએ ગોળ, ચણાની દાળ, પિળા વસ્ત્રો, પિતળનાં વાસણ તેમજ શક્ય હોય તો સુવર્ણનું દાન કરવુ. ધન-કુંભ-મેષ રાશીનાં જાતકોએ ચોખા, સાકર, સફેદ વસ્ત્ર, દુધ તેમજ ચાંદીની ગાયનુ દાન કરવુ વૃષભ-કન્યા-મકર રાશીના જાતકોએ ગોળ, ઘંઉ, લાલ વસ્ત્ર, લાલ તલ, માંડવી, ત્રાંબાના વાસણનું દાન કરવુ કર્ક-વૃશ્ચિક-મિન રાશીના જાતકોએ કાળા તલ, અડદ, કાળા વસ્ત્ર, સ્ટીલના વાસણનુ દાન કરવુ

# અન્ય રાજ્યોમાં કઈ રીતે ઉજવાય છે મકરસંક્રાંતિનો તહેવાર :-

મહારાષ્ટ્રમાં મકરસંક્રાંતનાં દિવસે તિલગુળ નામનો હલવો એક બીજા સાથે વહેંચવાનો રિવાજ છે. દક્ષિણ ભારતમાં આ દિવસે પોંગલ નામનો તહેવાર ઉજવવામાં આવે છે. તો કલકતા પાસે ગંગાસાગરમાં મકરસંક્રાંતિનાં દિવસે મેળો ભરાય છે.

Next Story