Connect Gujarat
દુનિયા

મધર્સ ડે પર કનેક્ટ ગુજરાતનો સેલ્ફી વીથ મોમ કોન્ટેસ્ટ

મધર્સ ડે પર કનેક્ટ ગુજરાતનો સેલ્ફી વીથ મોમ કોન્ટેસ્ટ
X

વિશ્વભરમાં મોટાભાગના દેશોમાં મે મહિના ના બીજા રવિવારના રોજ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે.પરિવારમાં "માઁ" જેવું સ્થાન ધરાવનાર વ્યક્તિને માન આપવા,માતૃત્વના ગુણોને સન્માનવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ત્યારે કનેક્ટ ગુજરાત પણ આ ઉજવણી માંથી બાકાત નથી.મધર્સ ડે પર કનેક્ટ ગુજરાત દ્વારા સેલ્ફી વીથ મોમ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપે આપની માતા સાથે સેલ્ફી ખેંચીને વોટ્સ એપ નંબર 099784 32966 અથવા https://www.facebook.com/connectgujarat/ પર મોકલવા નું રહેશે. 11 જેટલી શ્રેષ્ઠ સેલ્ફીને કનેક્ટ ગુજરાત તરફથી ગિફ્ટ વાઉચર આપવામાં આવશે.તો તમે પણ માતાને સન્માન આપનારા આ દિવસને માતા સાથે ઉજવી ખાસ બનાવો.

એક માતાએ બાળક માટે કરેલો ત્યાગ અને સમર્પણનું કોઇ મૂલ્ય ન આંકી શકાય તે અનમોલ છે. તેમ છતાં કનેક્ટ ગુજરાતે સૃષ્ટિના સર્જનહારે આપેલી માતૃત્વની મહામૂલી ભેટને બિરદાવવા માટેનો આ એક નાનો પ્રયાસ કર્યો છે. જે તમારા સહયોગ વિના અધૂરો છે. તો તમે પણ આ કોન્ટેસ્ટમાં ભાગ લો અને માતૃત્વના આ અવસરને યાદગાર બનાવો.

તમામ તસવીરોને કનેક્ટ ગુજરાત પર પ્રસિદ્ધ કરવામાં આવશે.

Next Story