Connect Gujarat
દેશ

મધ્યપ્રદેશમાં કોંગ્રેસનું વચન : સત્તા પર આવશે તો સંઘની શાખા પર લગાવશે પ્રતિબંધ

મધ્યપ્રદેશમાં કોંગ્રેસનું વચન : સત્તા પર આવશે તો સંઘની શાખા પર લગાવશે પ્રતિબંધ
X

ઘોષણા પત્રના ૮૦માં પાના પર આ વચન આપવામાં આવ્યું

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ચુકી છે. તેમાં પણ કોંગ્રેસ તરફથી ચૂંટણી માટેનું વચન પત્ર પણ જાહેર કરી દેવાયું છે.

ભોપાલમાં આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસના એમ.પીના પ્રમુખ કમલનાથ, દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા તેમજ અન્ય નેતાઓની હાજરીમાં કોંગ્રેસનું આ ઘોષણા પત્ર જાહેર કરવામાં આવ્યું. કોંગ્રેસના આ વચન પત્રમાં સંઘ વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં નોંધવામાં આવ્યું છે કે કોંગ્રેસ સત્તા પર આવશે તો સંઘ વિરુદ્ધ કડક પગલાં ભરશે.

મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના આ પત્રમાં લેખિતમાં વચન આપવામાં આવ્યું છે કે જો તેમની પાર્ટી સત્તા પર આવી તો સરકારી કાર્યાલયોમાં સંઘની શાખાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. ઘોષણા પત્રના ૮૦માં પાના પર આ વચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસ તરફથી લોકાયુક્ત નિર્માણ, ઈ એટેન્ડસ બંધ કરવા, લોક સેવા આયોગની પરીક્ષાઓમાં થયેલી ગડબડ માટે તપાસ સમિતિ નીમવા માટેનું પણ વચન આપ્યું છે.

Next Story