Connect Gujarat
દેશ

મમતા બેનર્જી મીટના શોખીનો માટે બનાવશે નવી યોજના

મમતા બેનર્જી મીટના શોખીનો માટે બનાવશે નવી યોજના
X

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મીટ ખાવાના શોખીનો માટે નવી યોજના બનાવવા માં આવશે. અને આ યોજના થકી જે લોકો નોનવેજ ખાઈ છે તે લોકોના ઘર સુધી મીટ પહોંચાડવાની આયોજન કરવામાં આવી રહ્યુ છે.

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા બાદ ગેરકાયદેસર ચાલતા કતલખાના પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે, અને ત્યારબાદ ઝારખંડમાં પણ આ કાર્યવાહી શરુ કરવામાં આવી છે, બીજી બાજુ મમતાએ પશ્ચિમ બંગાળની સરકાર કોલકતામાં નોનવેજ ખાનારા લોકોના દરવાજે મીટ પહોંચાડવાની યોજના બનાવી રહી છે.

આ યોજનાનું નામ "મીટ ઓન વિહલજ" છે, જે કોલકતામાં ઘરે ઘરે જઈને ડીલેવરી કરશે, જેથી પશ્ચિમ બંગાળના લાઈવસ્ટોક ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની જાણીતી બ્રાન્ડ હરીઘટા મીટની શરૂઆત કરી છે, જે માંસાહાર જેવા કવેલ, ટરકી અને એમુને પણ સપ્લાય કરે છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ નોનવેજ ખોરાક લઈ જવા સિવાય તેમાં હરીઘટાની પેક આઈટમ પણ વેચવામાં આવશે, જેમાં બટર બિરયાની ગુંડારાજ ટર્કી અને ડક રોસ્ટ વ્યંજનનો સમાવેશ થાય છે.

Next Story