Connect Gujarat
સ્પોર્ટ્સ

મહમ્મદ કૈફે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી આપ્યુ રાજીનામુ

મહમ્મદ કૈફે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી આપ્યુ રાજીનામુ
X

ભારતીય ક્રિકેટ ટીમમાં રહેલા મહમ્મદ કૈફે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે. નવેમ્બર-2006માં તેઓ અંતિમવાર દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારતીય ટીમમાં રમ્યા હતાં. ભારતીય ટીમમાં બેટ્સમેન હોવાની સાથે તેઓ પોતાની ફિલ્ડિંગ માટે પણ ઓળખવામાં આવે છે.

તેમણે 2002માં કાનપુર ખાતે ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ભારત વતી 125 વન-ડે મેચ રમ્યાં જેમાં તેમણે 2,753 રન બનાવ્યા. જેમાં 2 સદી અને 17 અડધી સદી સામેલ છે. તેમણે ટીમ તરફથી 13 ટેસ્ટ મેચ પણ રમી છે જેમાં તેમણે 624 રન બનાવ્યા છે. મહમ્મદ કૈફે ટ્વીટર પર પોસ્ટ શેર કરી પોતાના રાજીનામાની જાહેરાત કરી, તેમણે ભાવુકપણે ટ્વીટ કરી કહ્યું કે, મેં તે સપના સાથે ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ હતું કે, હું એક દિવસ ભારતીય ટીમની કેપ પહરીશ. હું ભાગ્યશાળી છું કે, મેં મારા જીવનના 190 દિવસ મેદાનમાં ભારતીય ટીમનુ પ્રતિનિધિત્વ કરીને વિતાવ્યા આજે મારા માટે ક્રિકેટની દરેક ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો યોગ્ય દિવસ છે. દરેકનો ખુબ ખુબ આભાર.

Next Story