Connect Gujarat
દેશ

મહાગઠબંધન રચાય તે પહેલા જ વાગી ફાચર: માયાવતીએ આપ્યો આંચકો

મહાગઠબંધન રચાય તે પહેલા જ વાગી ફાચર: માયાવતીએ આપ્યો આંચકો
X

૨૦૧૯માં મોદી સરકારને પરાસ્ત કરવાના ઈરાદાઓ સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવવા આકાર લઈ રહેલું વિરોધપક્ષોનું મહાગઠબંધનમાં પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ સર્જાવવા જઈ રહ્યો છે. હજી તો થોડા દિવસ પહેલા જ કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીના સમથ ગ્રહણ સમારોહમાં વિપક્ષો ભેદભાવ ભૂલી એકમંચ પર હાજર રહ્યાં અને મહાગઠબંધનની શક્તિના દર્શન કરાવ્યા ત્યાંજ બહુજન સમાજ પાર્ટી (BSP)ની અધ્યક્ષા માયાવતીને અત્યારથી જ વાંકુ પડતું દેખાય છે.

માયાવતીએ કહ્યું છે કે, જો મહાગઠબંધનમાં તેમને પુરતી બેઠકો નહીં મળે તો તેઓ કોઈ પણ પ્રકારની સમજૂતી કરવાના બદલે એકલા જ ચૂંટણી લડવાનું પસંદ કરશે. લખનૌમાં બીએસપીની નેશનલ એક્ઝિક્યૂટિવની બેઠક દરમિયાન માયાવતીએ ‘એંટી-બીજેપી’ ફ્રંટની રચના પહેલા પોતાની પાર્ટીના પદાધિકારીઓ સાથેની બેઠકમાં આમ કહ્યું હતું.

માયાવતીએ આ બેઠકમાં પોતાના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં પાર્ટીઓ સાથેનું ગઠબંધન યથાવત રહેશે, પરંતુ કાર્યકર્તાઓ કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહે. જો ગઠબંધનમાં જરૂરી બેઠકો ના મળી તો આપણે એકલા હાથે ચૂંટણીના મેદાનમાં ઉતરીશું. આ સાથે જ માયાવતીએ પાર્ટીનો કંટ્રોલ પોતાના હાથમાં જ રહેશે તેઓ ઈશારો પણ કરી દીધો હતો.

માયાવતીએ એ પણ કહ્યું હતું કે, જો આગળ જઈને પાર્ટી અધ્યક્ષ વધતી ઉંમરના કારણે વધારે ભાગ-દોડ કરવામાં અસમર્થ રહેશે તો તે પાર્ટી સંયોજકની ભૂમિકા અદા કરશે અને રાષ્ટ્રિય અધ્યક્ષની નિમણુંક કરશે. માયાવતીએ પોતાની પાર્ટીના સ્વાર્થી અને અવસરવાદીઓ નેતાઓ દ્વારા પોતાના ઘરવાળાઓને પાર્ટીમાં પ્રમોટ કરવાને લઈને કહ્યું હતું કે, પાર્ટીના વાઈસ પ્રેસિડેંટની ભૂમિકા નિભાવી રહેલા મારા ભાઈ આનંદ કુમારને દલિત આંદોલનના હિતમાં પદ પરથી દૂર થવાનું કહી દેવામાં આવ્યું છે. હવેથી તેઓ પાર્ટીના સામાન્ય કાર્યકર્તાની માફક જ કામ કરશે.

માયાવતીએ આ દરમિયાન કહ્યું હતું કે, આવતા ૨૦-૨૨ વર્ષો સુધી બીએસપીનું નેતૃત્વ કરતા રહેશે. તેનાથી એકવાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, બીએસપીના કોઈન પણ નેતા માયાવતીનું સ્થાન લેવાનું વિચારી પણ ના શકે. માયાવતીએ આ દરમિયાન તેમના ઘુંટણમાં થતા દુખાવાનો કિસ્સો પણ કહી સંભળાવ્યો અને એ પણ સ્પષ્ટ કરી દીધું કે, કંઈ પણ થાય બીએસપીને તો તે જ ચલાવશે.

Next Story