Connect Gujarat
ગુજરાત

મહારાષ્ટ્રનાં રાયગઢમાં 200 ફુટ ઊંડી ખીણમાં ખાનગી બસ ખાબકી, 30 લોકોનાં મોત

મહારાષ્ટ્રનાં રાયગઢમાં 200 ફુટ ઊંડી ખીણમાં ખાનગી બસ ખાબકી, 30 લોકોનાં મોત
X

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બસમાં કોંકણ કૃષિ વિદ્યાપીઠના 30થી 40 કર્મચારીઓ હતા જેઓ પીકનીક માટે જઈ રહ્યા હતા

મહારાષ્ટ્રનાં રાયગઢ જિલ્લામાં આજે એક ખાનગી બસ 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી છે. સ્થાનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ઘટનામાં 30 લોકોના મોત થયા છે. આ બસમાં કુલ 40 લોકો સવાર હતા. સૂત્રોનું માનીએ તો બસમાં બેઠેલા દરેક મુસાફરો કોંકણ કૃષિ વિદ્યાપીઠના કર્મચારીઓ હતા. તેઓ પિકનીક મનાવવા દાપોલીથી મહાબળેશ્વર જઈ રહ્યા હતા. જ્યાં દુર્ઘટના સર્જાયી છે ત્યાં મોબાઈલ નેટવર્ક પણ ન હોવાથી યાત્રીઓનો સંપર્ક કરવું મુશ્કેલ બન્યું છે.

સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, અહીં મોબાઇલ નેટવર્ક ન હોવાના કારણે પેસેન્જરોને સંપર્ક કરવા અને બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. આ ઘટનાની માહિતી એડમિનિસ્ટ્રેશને મોડી મળી. બસમાં સવાર એક પેસેન્જર કોઈક રીતે જંગલમાંથી બહાર આવી રોડ સુધી પહોંચ્યો અને તેણે લોકોને ઘટના વિશે જણાવ્યું. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ ખીણ ઊંડી હોવાના કારણે બચાવ અને રાહત કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. ઘાયલ લોકોને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે.

Next Story