Connect Gujarat
દેશ

મહારાષ્ટ્રમાં રાજયપાલના નિર્ણયને પડકારતી અરજીની આજે સુનાવણી

મહારાષ્ટ્રમાં રાજયપાલના નિર્ણયને પડકારતી અરજીની આજે સુનાવણી
X

  • કોંગ્રેસ, શિવસેના અને એનસીપીએ કરી છે અરજી
  • સવારે 11.30 કલાકથી હાથ ધરાશે કાર્યવાહી

મહારાષ્ટ્રમાં ભાજપે ભલે અજિત પવારના ટેકાથી સરકાર બનાવી લીધી હોય પણ હજી સુધી કોકડું ગુંચવાયેલું છે. શનિવારે રાત્રે એનસીપીના સુપ્રિમો શરદ પવારે બોલાવેલી બેઠકમાં એનસીપીના 54માંથી 44 જેટલા ધારાસભ્યો હાજર રહયાં હતાં. બીજી તરફ રાજયપાલે વહેલી સવારે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી અને અજીત પવારને નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવી લીધાં હતાં. રાજયપાલના નિર્ણયને શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે.

સુપ્રિમ કોર્ટે પણ ત્રણેય પક્ષોની અરજી ગ્રાહય રાખી રવિવારે સવારે 11.30 વાગ્યે અરજીની સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. સુનાવણી માટે જસ્ટિસ રમન્નાની બેન્ચ ફાળવવામાં આવી છે. ત્રણેય પક્ષોએ માંગણી કરી છે કે, દેવેન્દ્ર ફડણવીસ સરકારને રવિવારના રોજ જ વિશ્વાસનો મત મેળવવા માટે આદેશ કરવામાં આવે. થોડા કલાકોમાં જ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે ત્યારે આખા દેશની નજર સુપ્રિમ કોર્ટના નિર્ણય પર મંડરાઇ છે.

Next Story