Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર: શિવસેનાનો દાવ પડ્યો ઉલ્ટો? હવે એનસીપીની અઢી વર્ષના CM પદની માંગ!

મહારાષ્ટ્ર: શિવસેનાનો દાવ પડ્યો ઉલ્ટો? હવે એનસીપીની અઢી વર્ષના CM પદની માંગ!
X

એનસીપી-કોંગ્રેસે ડિમાન્ડ લિસ્ટ કર્યું તૈયાર! રોટેશનલ સીએમ, ડેપ્યુટી સીએમ, 14-14 મંત્રાલય

મંગળવારે દિલ્હીથી મુંબઇ ગયેલા કોંગ્રેસના ત્રણ નેતા અહેમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે અને કેસી વેણુગોપાલે એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. એનસીપીએ ભાર મૂક્યો હતો કે કાયમી સરકાર માટે કોંગ્રેસનો સરકારમાં ભાગ હોવો જોઈએ. જ્યારે કોંગ્રેસનો ભાર કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર હતો. તે જ સમયે, એનસીપીએ સરકાર માટે પોતાનું ફોર્મ્યુલા આગળ કર્યું.

મહારાષ્ટ્રના

રાજકારણમાં સરકાર રચવાની લડત ચાલી રહી છે. એક તરફ શિવસેના છે, જે મહારાષ્ટ્રમાં કઈ પણ કરી સત્તાના સિંહાસન પર બેસવા માંગે છે અને બીજી

બાજુ એનસીપી છે, જે પોતાની શરતો પર શિવસેના સાથે સરકાર

બનાવવા માંગે છે. જો કે કોંગ્રેસ હજી સુધી નક્કી નથી કરી શકી કે વિરોધી વિચારધારા

વાળા ક્ષેત્રિય નેતા સાથે મિત્રતા કરવી કે કેમ? કોંગ્રેસ

અને એનસીપીમાં સત્તામાં ભાગીદારીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા

અનુસાર કોંગ્રેસ અને એનસીપીની બેઠકમાં મુખ્યમંત્રી પદ અંગે પણ ચર્ચા થઈ હતી.

બેઠકમાં એનસીપીએ અઢી વર્ષના મુખ્યમંત્રીનો ફોર્મ્યુલા મૂક્યો હતો. શિવસેના અને

એનસીપી વચ્ચે અઢી અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી પદ વહેંચાય, જ્યારે કોંગ્રેસને સંપૂર્ણ પાંચ વર્ષ માટે ડેપ્યુટી સીએમ પદ આપવામાં આવે.

એનસીપીએ મુંબઈમાં

જ્યાં મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમના ફોર્મ્યુલા અંગે ચર્ચા કરી ત્યાં દિલ્હી

કોંગ્રેસ છાવણીમાંથી કેબિનેટ ફોર્મ્યુલા બહાર આવ્યો હતો. કોંગ્રેસના સૂત્રોના

જણાવ્યા મુજબ, પાર્ટી ત્રણેય પક્ષોમાં સત્તાનો સમાન હિસ્સો ઇચ્છે

છે. કોંગ્રેસનું ફોર્મ્યુલા 42 કેબિનેટ મંત્રીઓ બનાવવાનું છે અને તેમાં શિવસેના

અને એનસીપી સાથે 14-14 મંત્રીની વહેંચણી કરવી જોઈએ. એટલે કે કોંગ્રેસ-શિવસેના અને

એનસીપીના 14-14 મંત્રીઓ સરકારમાં હોવા જોઈએ. આ સાથે કોંગ્રેસ ગૃહ અને મહેસૂલ જેવા

મહત્વના મંત્રાલયો પર નજર જમાવી રહી છે. કોંગ્રેસનું માનવું છે કે આવા મહત્વપૂર્ણ

મંત્રાલયોની વહેંચણી પણ યોગ્ય થવી જોઈએ. એટલે કે, સૌથી

ઓછા ધારાસભ્ય હોવા છતાં કોંગ્રેસ સરકારમાં મજબૂત રહેવા માંગે છે. બીજી તરફ શિવસેના

મુખ્યમંત્રી સાથે બે નાયબ મુખ્યમંત્રીનું સૂત્ર પણ ચર્ચામાં છે.

જો કે, આ તમામ મુદ્દાઓ પર હજુ સુધી ત્રણેય પક્ષો વચ્ચે સ્પષ્ટ વાટાઘાટો થયો નથી.

મંગળવારે એનસીપી-કોંગ્રેસની બેઠક બાદ અહેમદ પટેલે અને શરદ પવારે કહ્યું કે બંને

પક્ષો વચ્ચે હજી વાતચીત બાકી છે અને તે પછી તેઓ શિવસેના સાથે વાત કરશે. અહેમદ પટેલ

અને શરદ પવારની પ્રેસ કોન્ફરન્સ બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મીડિયા સાથે વાત

કરી હતી અને કહ્યું હતું કે અમારે પણ વાટાઘાટ માટે સમયની જરૂર છે અને તેથી જ

શિવસેનાએ રાજ્યપાલ પાસેથી વધુ સમયની માંગ કરી હતી.

જો કે, હાલ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. જેના વિરોધમાં

શિવસેના સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. આવી સ્થિતિમાં, જ્યાં

દરેકની નજર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર છે, ત્યાં એ

જોવાનું પણ રસપ્રદ રહેશે કે ત્રણેય પક્ષો કયાર સુધી એક મંચ પર આવી શકે .છે અને જો

સરકાર બને છે, તો પછી શું ફોર્મ્યુલા અંતિમ હશે.

Next Story