Connect Gujarat
ગુજરાત

મહિસાગર : કડાણા ઘોડિયાર ગામે  બે મકાનમાં લાગી આગ 

મહિસાગર : કડાણા ઘોડિયાર ગામે  બે મકાનમાં લાગી આગ 
X

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ઘોડિયાર ગામે આગ લાગતા બે મકાન બળીને ખાખ

કડાણા તાલુકાના ઘોડિયાર ગામમાં આવેલ બે રહેણાંક મકાનમાં આગ લાગી હતી. જે બે મકાનોમાં આગ લાગી એ ઘરના સભ્યો અંદર હતા. ઘરના સભ્યોને કઈ બળતું હોવાનું લાગતા ઘરની અંદર જોતા આગ લાગી હોવાનું માલૂમ થતા તેઓ બહાર દોડી આવ્યા, અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આજુબાજુના સ્થાનિક રહીશો બનાવના સ્થળે દોડી આવીને પાણીનો મારો શરૂ કરી આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા.આ ઘટનાની જાણ લુણાવાડા ફાયર બ્રિગેડને કરતા સ્થળ પર દોડી આવી બનાવના સ્થળ પર પાણીનો મારો શરૂ કરી આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા.

આગ લાગવાની ઘટનાને લઈને સ્થાનિક ગ્રામજનોના લોક્ટોળા ઉમટી પડ્યા હતા આગ લાગેલ મકાનોમાં લગભગ તમામ ઘરવખરી સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

Next Story