Connect Gujarat
ગુજરાત

મહીસાગર : લોકલ ક્રાઇમ બ્રાંચએ પચીસ જેટલી લૂંટ નો ભેદ ઉકેલી આંતરરાજ્ય ગેંગનો કર્યો પર્દાફાશ

મહીસાગર : લોકલ ક્રાઇમ બ્રાંચએ પચીસ જેટલી લૂંટ નો ભેદ ઉકેલી આંતરરાજ્ય ગેંગનો કર્યો પર્દાફાશ
X

થોળા દિવસ પહેલા તરસકરો દ્વારા મધ્ય રાત્રીએ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વરધરી ગામમાં આવેલ બેન્ક ઓફ બરોડાના એટીમ માંથી કેશ ચોરી કરવા માટે એટીએમના સિકયુરિટી ગાર્ડને બંધક બનાવી એટીએમ લૂંટનો પ્રયાસ કર્યો હતો. મહિસાગર લોકલ ક્રાઇમ બ્રાંચ તથા જીલ્લા પોલીસ દ્વારા વરધરી ગામે થયેલ એ.ટી.એમ. તથા રહેણાંક મકાનોમાં થયેલ ધાડ તેમજ બીજી વિવિધ પચીસ જેટલા લૂંટ ને ભેદ ઉકેલી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.

પોલીસ મહાનીરીક્ષક મનોજ શશીધરની સૂચના અને માર્ગદર્શન હેઠળ મહિસાગર જીલ્લા પોલીસ વડા સુશ્રી ઉષા રાડાની સુચના આધારે નાયબ પોલીસ અધીક્ષક એન.વી.પટેલ એ અલગ-અલગ ટીમની રચના કરેલ અને કોઠંબા પોલીસ સ્ટેશનના વરધરી ગામમાં થયેલ એ.ટી.એમ.તથા રહેણાંક મકાનોમાં રાત્રીના સમયમાં ધાડ કરી આરોપીઓ સિક્યુરીટી ગાર્ડ ઉપર જાન લેવા હુમલો કરેલ અને આરોપીઓ બેંક ઓફ બરોડાનું એ.ટી.એમ.તોડવા માં નાકામયાબ રહેલા દરમ્યાન વરધરી ગામમાં ગંગાબેન ગોવિંદભાઇ પટેલ ઘરમાં સુતા હતા. તે દરમ્યાન તસ્કરો હાથમાં લાકડીઓ તેમજ પથ્થરો સાથે બીજા મકાનોના તાળા તોડી મકાનોમાં રહેલ સર-સામાન વેર-વિખેર કરી રૂ. ૧,૬૦,૦૦૦ /- ની ધાડ કરી વૃધ્ધાના કાનની બુટ્ટીઓ તોડી લોહી-લુહાણ કરી આરોપીઓ નાશી ગયા હતા, ગામમાં ભયનો માહોલ ઉભો થયેલ જે આરોપીઓંને પકડવા મહિસાગર જીલ્લા પોલીસ માટે એક પડકાર હોય જેની ગંભીરતા ધ્યાને લઇ ઇન્ચાર્જ પોલીસ ઇંસ્પેક્ટર એચ.એન.પટેલ એઆ સબંધે અલગ-અલગ ટીમો બનાવી જીલ્લાના તમામ નાકાબંધી પોઇન્ટો ઉપર વાહન-ચેકીંગ હાથ ધરેલ તે દરમ્યાન ઇન્ચાર્જ પોલીસ ઇંસ્પેક્ટરને મળેલ બાતમી મળેલ કે વરધરી ગામમાં થયેલ એ.ટી.એમ. તથા રહેણાંક મકાનોમાં રાત્રીના સમયમાં ધાડ કરી નાશી ગયેલ આરોપીઓ પૈકી એક ક્રૃઝર ગાડી જેનો આર.ટી.ઓ રજી. નં જીજે ૦૯ બીબી ૦૬૬૮ની લઇને કડાછલાથી વિરપુર તરફ આવે છે.

જે બાતમી આધારે નૃરપુર ચોકડી ઉપર પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકિંગમાં હતા. જે દરમ્યાન સદર બાતમીવાળી ક્રૃઝર ગાડી આવતા તેને રોકી પકડી પાડેલ સદર ગાડીમાં બેઠેલાઓની સઘન પૂછપરછ કરતા ગલ્લાં-તલ્લાં કરતો હોઇ અને સંતોષકારક જવાબ ન આપતો હોય જેઓની વધુંમાં પૂછપરછ કરતા તેમજ રાજયની અંદર થયેલી ઘરફોડના સી.સી.ટી.વી ફુટેજ બતાવતા આરેાપીએા પચીસ જેટલા આંતરાજ્ય ગુન્હા ની કબૂલાત કરેલ છે. આ ગુન્હાએામાં બીજા આશરે ૧૩ થી ૧૫ આરેાપીએા સડોવાયેલ છે.અને જેમા ૦૪ આરોપીઓ પકડાયેલ છે.અને બીજા આરેાપીઓ પકડવાની તજવીજ ચાલુ છે.આમ મહીસાગર એલ.સી.બી દવારા આંતરરાજય ધના ડોન ની ગેગ પકડી પાડી એમ.પી તથા દાહેાદ ની ટીમો બનાવી રાજયમાં અલગ –અલગ જગ્યાએ જઇ મજુરીના નામે બાઇક દૃવારા રેકી કરી ટારગેટ નકકી કરી બાકીની ધાડ પાડુ ટુકડી બોલાવી ધાડ કરવાની એમ.એા ધરાવતા હતા.

Next Story