Connect Gujarat
સમાચાર

મહેશ ભટ્ટના પિતા અને જાણીતા ડિરેક્ટર નાનાભાઇ ભટ્ટનો જન્મદિન

મહેશ ભટ્ટના પિતા અને જાણીતા ડિરેક્ટર નાનાભાઇ ભટ્ટનો જન્મદિન
X

બોલિવૂડના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર નાનાભાઇ ભટ્ટનો જન્મદિન છે. તેઓ મહેશ ભટ્ટના પિતા હતા. તેમનો જન્મ પોરબંદરમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

નાનાભાઇ ભટ્ટે બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. જેમાં ‘મિસ્ટર એક્સ’, ‘ઝિમ્બો કમ્સ ટુ ટાઉન’, ‘લાલ કિલ્લા’ અને બ્લોક બ્લસ્ટર ‘કંગન’નો સમાવેશ થાય છે.

બોલિવૂડમાં ડબલ રોલનો પ્રયોગ સૌપ્રથમ તેમણે કર્યો હતો. ત્યારબાદ દરેક બોલિવૂડની ઘણી ફિલ્મોમાં ડબલ રોલ જોવા મળ્યા હતા. નાનાભાઇ ભટ્ટે તેમની કારકિર્દીની શરૂઆત પ્રકાશ પિક્ચર સાથે સાઉન્ડ રેકોડિસ્ટ તરીકે કરી હતી.

‘જખ્મ’ ફિલ્મમાં મહેશ ભટ્ટે તેમના પિતા નાનાભાઇ ભટ્ટના લગ્નેત્તર સંબંધોને દર્શાવ્યા છે. નાનાભાઇ ભટ્ટ એક ગુજરાતી બ્રાહ્મણ હતા જ્યારે મહેશ ભટ્ટના માતા શિરિન મોહમ્મદ અલી એક મુસ્લિમ. નાનાભાઇ ભટ્ટે ક્યારેય શિરિન સાથે લગ્ન નહોતા કર્યા. તે અંગે મહેશ ભટ્ટે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મારી મા જ્યારે પણ મારા રિપોર્ટ કાર્ડ પર સહી કરવા જતી ત્યારે સર્નેમ લખતા તેના હાથ ધ્રુજી ઉઠતા. તે પોતાની ઓળખ વિશે ચોક્કસ નહોતી. મહેશ ભટ્ટે એમ પણ જણાવ્યું હતું કે મારા પિતા અમારી સાથે રહેતા નહોતા. મારા મિત્રો મને તેમના ઘરે ના રહેવા પર ખીજવતા ત્યારે હું મારા પિતા કામમાં વ્યસ્ત છે તેવું ખોટું બોલવાના બદલે સાચું જ કહેતો કે તેમને એક બીજો પરિવાર છે. મહેશ ભટ્ટ સિવાય મુકેશ ભટ્ટ અને રોબિન ભટ્ટ પણ નાનાભાઇ ભટ્ટના સંતાનો છે.

Next Story