Connect Gujarat
ગુજરાત

માઁ વિન્ધ્યવાસિની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશાલ ભગવતી જાગરણનું આયોજન

માઁ  વિન્ધ્યવાસિની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશાલ ભગવતી જાગરણનું આયોજન
X

અંકલેશ્વરના સામાજિક સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે કાર્યરત માઁ વિન્ધ્યવાસિની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચતુર્થ વિશાલ ભગવતી જાગરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

માઁ વિન્ધ્યવાસિની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત આ ધર્મભીનો કાર્યક્રમ વાલિયા રોડને અડીને આવેલ સનાતન સ્કૂલ પાસે ના વિશાળ મેદાનમાં તારીખ 4 એપ્રિલ 2017ની રાત્રીએ યોજાશે.

9f072591-cd8d-48e3-9a40-db9425587df1

માઁ વિન્ધ્યવાસિની ચેરીટેબલ ટ્રસ્ટના અનિલભાઈ શુકલાએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ચૈત્ર નવરાત્રિના પાવન અવસરની અષ્ઠમી એ ભગવતી જાગરણનું આયોજન કરવામાં આવે છે.

અંકલેશ્વર એક ઔદ્યોગિક ભુમી છે,જયાં દેશના દરેક પ્રાંત માંથી લોકો રોજીરોટી મેળવવા માટે આવીને વસ્યા છે,ત્યારે તેઓની ધાર્મિક પરંપરા અનુસાર તેઓ પોતાના તહેવારોની ઉજવણી કરીને ધાર્મિક્તાની સાથે સામાજિક ધોરણે પણ સંસ્કૃતિના દર્શન કરાવતા હોય છે.અને ભગવતી જાગરણનો ઉત્સવ પણ સામાજિક સંસ્કૃતિનો જ એક ભાગ છે.

35c24785-d6bc-44aa-af74-b43fe5763403

ભગવતી જાગરણના પ્રસંગે ખ્યાતનામ કલાકારો પારુલ નંદા,રવિન્દ્ર સિંહ "જ્યોતિ",અને મોન્ટી નટરાજન ભજનોની રમઝટ બોલાવશે.

ચૈત્ર આઠમ ના અવસરે માઁ વિન્ધ્યવાસિની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવચંડી પાઠ તેમજ હવનનું પણ ધર્મભીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Next Story