Connect Gujarat
ગુજરાત

માંડવી : જાણો ક્યાં ગામના એક જ ખેતરમાંથી 35 મી વખત દીપડી ઝડપાઇ

માંડવી : જાણો ક્યાં ગામના એક જ ખેતરમાંથી 35 મી વખત દીપડી ઝડપાઇ
X

માંડવી

બૌધાન ગામ નજીક આવેલ નજીક આવેલ વરેલી ગામે થી એક જ ખેતરોમાંથી 35મી વાર દીપડી પાંજરે પૂરતા લોકોમાં ભયનો

માહોલ ઉભો થયો હતો.

ગામના જ

ખેડૂત યુસુફભાઈ મહિડાના ખેતરમાં અગાઉ વારંવાર દીપડા દીપડીનું આગમન થતા વનવિભાગે

પાંજરું ગોઠવવા માટે સ્થાનિક ખેડૂત જુનેદ.એચ.શેખે વનવિભાગ જાણ આપી હતી.અને

સમયાંતરે દીપડી પાંજરે પુરાતા ગયા હતા.આમ દીપડા દીપડીના આતંકથી બચવા ખેડૂતે ખેતરના

ફરતે ઊંચી સંરક્ષણ દીવાલ બનાવી છે. પરંતુ ઊંચી દીવાલ હોવા છતાં પણ દીપડા-દીપડીઓ

ખેતરમાં પ્રવેશે છે.અને પાલતુ પશુઓનો શિકાર કરતા હોય છે. અત્યાર સુધી 34 જેટલા દીપડા-દીપડી પાંજરે પુરાયા

છે.ત્યારે 3 વર્ષની

દીપડી પાંજરે પૂરાતા ચકચાર મચી જવા પામી હતી.પકડાયેલ 35 દીપડી ને હાલ વનવિભાગે પકડી ગાઢ

જંગલમાં છોડી દીધી હતી.

Next Story