Connect Gujarat
દેશ

UP માં સ્ટેમ્પ ખરીદી માટે રૂ 500 ની જૂની નોટ 15 ડિસેમ્બર સુધી માન્ય

UP માં સ્ટેમ્પ ખરીદી માટે રૂ 500 ની જૂની નોટ 15 ડિસેમ્બર સુધી માન્ય
X

ઉત્તર પ્રદેશ સરકારે જૂની નોટો ના અનુસંધાન માં એક મહત્વનો નિર્ણય લીધો છે જે અનુસાર યુપી માં સ્ટેમ્પ ખરીદી માટે 500 રૂપિયા જૂના ચલણી નોટો સ્વીકારવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અનિલ કુમારે આ સંદર્ભમાં જરૂરી ઓર્ડર જારી કર્યા છે.વધુમાં અનિલ કુમારે જણાવ્યુ હતુ કે 24 નવેમ્બર ના રોજ કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલ સૂચના અનુસાર રૂ 500 ચલણી નોટ 15 ડિસેમ્બર સુધી માન્ય રહેશે.

સ્ટેમ્પ અને નોંધણી કરવાના હેતુ માટે જ રૂ 500 ની જૂની ચલણી નોટો સ્વીકારવામાં આવશે,રૂ 1000 ની નોટ આ હેતુ માટે સ્વીકારવામાં આવશે નહિ તેવી સ્પષ્ટ સૂચના જાહેર કરવામાં આવી છે.

Next Story