Connect Gujarat
દેશ

માતૃત્વઃ એક અવર્ણનીય અનુભવ

માતૃત્વઃ એક અવર્ણનીય અનુભવ
X

"મા"નો કોઈ પર્યાય નથી,પોતાના પરિવાર,સંતાન દરેક સભ્યની હરપળ કાળજી રાખતી મા જયારે બીમાર પણ હોય તો પણ ઘરના કામ થાક્યા વગર આટોપી દે,તેમજ સંતાનો ભૂખ્યા ન રહે તે માટે પણ તત્પર રહે એટલે જ મા ને માતાજી એટલે કે હંમેશા તાજી રહેતી મા.

1908 માં પ્રથમ વખત મધર્સ ડે ની ઉજવણી અમેરિકા માં થઇ હતી.અન્ના જાર્વિસે વર્જીનીયામાં પોતાની માતા માટે મેમોરીયલ આયોજન કરી ને માતૃત્વ દિવસ ની શરૂઆત કરાવી હતી.ત્યાર થી લગભગ સમગ્ર વિશ્વમાં મે મહિના ના બીજા રવિવારે મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે.

આફ્રિકાના જંગલોમાં એક વાંદરી પોતાનું બચ્ચું લઇને ઝાડ પર ચઢવા જઇ રહી હતી ત્યારે બચ્ચું તેની માઁથી વિખુટુ પડી ગયું. ઝાડ નીચે સિંહોનું એક ટોળું ઉભુ હતું. સિંહોએ વાંદરીના બચ્ચા પર હુમલો કરવા તરાપ મારી પણ......ત્યાં જ એક સિંહણે આવી સિંહોનો વિરોધ કરી વાંદરીના બચ્ચાને બચાવ્યું ! થોડા સમય પહેલાં એક જાણીતા સમાચાર પત્રમાં આ ફોટો સ્ટોરી આવી હતી.

વાર્તાનો સાર એટલો કે સિંહણ જેવા ખુંખાર પ્રાણીને પણ વાંદરીના બચ્ચાની દયા આવી કેમ? કારણ કે તે પણ એક માઁ છે અને એક માઁ જ સમજે છે બચ્ચાનું મૂલ્ય.

પ્રકૃતિએ માતા બનવાનું સુખ પ્રાણીઓમાં માદા અને મનુષ્યોમાં મહિલાઓને આપ્યું છે. એક જીવમાંથી બીજા જીવની ઉત્પત્તિ માટે કુદરતે મહિલાને યોગ્ય ગણી આ વરદાન તેને આપ્યું છે. જે મનુષ્યના વંશને જાળવી રાખવા સક્ષમ છે.

માતાનો તેના બાળક સાથેનો નાતો ગર્ભાધાનથી જ જોડાઇ જાય છે. પોતાના શરીરમાં તે શિશુના ધબકારાનો અનુભવ કરે છે. તેના હલન-ચલનને મહેસુસ કરે છે. પ્રસુતિની પીડા બાદ શિશુનું મુખ જોતા જે સુખની અનૂભૂતિ થાય છે તેને શબ્દોમાં વર્ણવવું મૂશ્કેલ છે. બાળકના જન્મ સાથે માઁનો નવો જન્મ થાય છે. માતા બનવાનું સુખ દુનિયાનું સૌથી મોટું સુખ છે.

સંતાનો પર સદાય અમી રૂપ વાત્સલ્ય છલકાવનાર "મા"ને મધર્સ ડે પર કનેક્ટ ગુજરાત સાથે તમે પણ ઇશ્વરના વરદાન સમા માતૃત્વના તમારા અનુભવો અને વિચારોને અમારી સાથે શેર કરો. કનેક્ટ ગુજરાત દરેક માતાને મધર્સ ડે નિમિતે શુભેચ્છા પાઠવે છે.

Next Story