Connect Gujarat
દેશ

‘મિશન મંગલ’ : બોલિવુડની સાયન્સ પર પ્રથમ ફિલ્મ

‘મિશન મંગલ’ : બોલિવુડની સાયન્સ પર પ્રથમ ફિલ્મ
X

‘મિશન મંગલ’ : બોલિવુડની સાયન્સ પર પ્રથમ ફિલ્મ, હોલિવૂડે ૧૪થી વધુ ફિલ્મ્સ બનાવી

બોલિવુડ ફિલ્મ ‘મિશન મંગલ’ ૧૫મી ઓગસ્ટના રોજ રિલીઝ થઈ છે અને ફિલ્મે પહેલાં જ દિવસે ૨૯.૧૬ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ ઈસરોના મંગળ યાન પર આધારિત છે. આ પ્રકારની ફિલ્મ અગાઉ જોવાઇ નથી અને કોઈએ આ પહેલાં આવી ફિલ્મ બનાવી નથી. મિશન મંગલ ફિલ્મ કઈ રીતે આગળ જશે અને દર્શકો સાયન્સ ફિલ્મને કેવી રીતે લેશે. જોકે, એક ક્ષણે આ ફિલ્મ બનાવવું ફિલ્મ નિર્માતાને જોખમ લેવા જેવું તો લાગતું હતું.

મિશન મંગલ ફિલ્મને બહોળો પ્રતિસાદ મળશે, કારણ કે ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આ પ્રકારની ફિલ્મ પહેલી જ વાર બની છે. નવા જોનરની ફિલ્મ દર્શકોને પસંદ આવી છે. હોલિવૂડમાં સાયન્સ પર ૧૪થી ૧૫ જેટલી ફિલ્મ્સ બની છે, પરંતુ સાયન્સ વિષય પર મિશન મંગલ બોલિવુડની પહેલી જ ફિલ્મ છે. મિશન મંગલ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો છે, કારણ કે બાળકો તથા મોટેરાઓને આ ફિલ્મ ગમી છે. બાળકો આ ફિલ્મ જોવા ઈચ્છે છે અને પોતાના પેરેન્ટ્સને લઈને આવે છે. પેરેન્ટ્સને પણ ખ્યાલ નથી કે મંગળ પર કેવી રીતે સેટેલાઈટ જાય છે. પરંતુ આ ફિલ્મમાં એકદમ સરળ રીતે વિજ્ઞાનને સમજાવવામાં આવ્યું છે. સેટેલાઈટ કેવી રીતે કામ કરે છે તેને પણ ફિલ્મમાં પદ્ધતિસર સમજાવવામાં આવ્યું છે.

ઉપરાંત મિશન મંગલ ફિલ્મમાં ચંદ્ર યાન આધારિત દ્રશ્યો રજૂમાન કરાયા છે, જો આવનારા સમયમાં આ પ્રકારે બોલિવુડ અન્ય વિષયો આધારિત ફિલ્મ રજૂ કરશે તો આવનાર નવી પેઢીને તેના શિક્ષણના સર્વાંગી વિકાસ સાથે અભ્યાસમાં પણ મદદરૂપ થઈ શકશે.

Next Story