Connect Gujarat
ગુજરાત

મુંબઇ બ્લાસ્ટમાં RDX લેંડીંગ પ્રકરણમાં આરોપી મ્મુમિયા પંજુમિયાની અરજી ફગાવતી ટાડા કોર્ટ

મુંબઇ બ્લાસ્ટમાં RDX લેંડીંગ પ્રકરણમાં આરોપી મ્મુમિયા પંજુમિયાની અરજી ફગાવતી ટાડા કોર્ટ
X

મુંબઈ બ્લાસ્ટ દરમ્યાન ગોસાબારા આર.ડી.એકસ. લેન્ડીંગ પ્રકરણમાં આરોપી મમુમિયા પંજુમિયાની ચાર્જ રદ કરવાની અરજી કરવામાં આવી હતી. આ અરજી ટાડા કોર્ટે ફગાવી દીધી છે અને ચાર્જ ફ્રેમ કરવા આદેશ કર્યો છે.

મમુમિયા પંજુમિયા અને તેનો ભાઈ મુખ્ય આરોપી હતા. 1993માં મુંબઈમાં સિરીયલ બ્લાસ્ટ થયા હતા.આ બ્લાસ્ટમાં જે આરડીએક્સ વપરાયો તે પોરબંદરના ગોસાબારામાં લેન્ડીંગ થયો હતો અને પોરબંદરના દરિયા કિનારેથી જામનગર અને બાદમાં મુંબઈ આરડીએક્સનો સપ્લાઈ કરાયો હતો.

આ અંગે જામનગરની ટાડા કોર્ટેમાં છેલ્લા ૨૪ વર્ષથી મમુમિયાઅને તેના ભાઈ સામે કેસ ચાલતો હતો.મમુમિયા છેલ્લા ૧૪ વર્ષથી જેલમાં બંધ હતો અને છેલ્લા એક વર્ષથી જેલ બહાર આવ્યો હતો.

જોકે ફરી આજે ટાડા કોર્ટમાં સરકારી વકીલ જે.કે.ભંડેરી અને તુષાર ગોકાણીએ ધારદાર દલીલો કરી ચાર્જ હટાવવાની અરજી રદ કરવાની માંગ કરતાં આ અરજી ફગાવી ચાર્જ ફ્રેમ કરવા હુકમ કરતાં ફરીથી મમુમિયા અને તેને ભાઈની મુશ્કેલીઓ વધે તેવી શક્યતાઓ છે.

Next Story