Connect Gujarat
દેશ

મુંબઇ હુમલાની વરસી પર ડોનાલ્ડ્ર ટ્રમ્પે સંવેદનાઓ વ્યક્ત કરી

મુંબઇ હુમલાની વરસી પર ડોનાલ્ડ્ર ટ્રમ્પે સંવેદનાઓ વ્યક્ત કરી
X

અમેરિકા ન્યાયની લડાઇમાં ભારતના લોકોની સાથે ઉભું છે.

મુંબઇમાં 26/11માં થયેલા આતંકવાદી હુમલાની 10મી વરસી પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ્ર ટ્રમ્પે સંવેદનાઓ વ્યક્ત કરી છે. તેની સાથે તેમણે કહ્યું કે, અમેરિકા ન્યાયની લડાઇમાં ભારતના લોકોની સાથે ઉભું છે.

ડોનાલ્ડ્ર ટ્રમ્પે ટ્વિટમાં લખ્યું કે, મુંબઇ આતંકવાદી હુમલાની 10મી વરસી પર, અમેરિકા ન્યાયની લડાઇમાં ભારતના લોકોની સાથે ઉભું છે. આ હુમલામાં 6 અમેરિકીઓ સહિત 166 નિર્દોષોનું મોત થયું હતું. આપણે ક્યારેય આતંકવાદીઓને જીતવા નહીં દઇએ.તેના પહેલા અમેરિકાએ સોમવારે 26/11 હુમલા સાથે જોડાયેલા આતંકીઓ વિશે કોઇ પણ સૂચના આપનાર માટે મોટા ઇનામની જાહેરાત કરી હતી. અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું કે, 26/11 હુમલા સાથે જોડાયેલા હાફિઝ સઇદ, જકીઉર્રહમાન લખવી વિશે માહિતી આપનારને 50 લાખ ડોલર (35 કરોડ રૂપિયા)નું ઇનામ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, દેશના ઇતિહાસમાં થયેલો આ સૌથી મોટો આતંકી હુમલો હતો, જેના 60 કલાક તમામ દેશો માટે હચમચાવી નાખનાર હતા. આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકીઓએ મુંબઇના ઘણા સ્થાનો પર હુમલાઓ કરી 166 લોકોની હત્યા કરી નાખી હતી. મરનાર લોકોમાં અમેરિકી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

Next Story