Connect Gujarat
દેશ

મુંબઈનાં થાણેમાં ચાર માળની બિલ્ડીંગ ધરાશાઈ થતા નાશભાગ મચી

મુંબઈનાં થાણેમાં ચાર માળની બિલ્ડીંગ ધરાશાઈ થતા નાશભાગ મચી
X

મુંબઈનાં થાણે જિલ્લામાં આવેલ ભિવંડીમાં ચાર માળની એક બિલ્ડીંગ અચાનક ધરાશાઈ થઈ હતી. કાટમાળ નીચે દબાયાને એક વ્યક્તિનું મોત નિપજ્યુ હોવાનું કહેવાય છે. જ્યારે અન્ય લોકો પણ કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.

મુંબઈનાં થાણે જિલ્લામાં આવેલ ભિવંડીમાં ચાર માળની એક બિલ્ડીંગ અચાનક ધરાશાઈ થયા બાદ લોકોમાં ભયમાં દહેશતનો માહોલ છવાય ગયો હતો. NDRFની ટીમ દ્વારા પુરજોશમાં બચાવ કામગીરી શરૂ કરી હતી. અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનુઁ જાણવા મળ્યું છે.

Next Story