Connect Gujarat
ગુજરાત

મુખ્યમંત્રી તરીકે મારા નામની ચર્ચા માત્ર ઇરાદા પૂર્વકનું ગતકડું: રૂપાલા

મુખ્યમંત્રી તરીકે મારા નામની ચર્ચા માત્ર ઇરાદા પૂર્વકનું ગતકડું: રૂપાલા
X

વડોદરામાં 17 સ્થળોએ યોગ દિવસનાં કાર્યક્રમો યોજાતાં આખું શહેર યોગમય બન્યું

વડોદરા શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સહિત શહેરમાં 17 સ્થળોએ આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સાંસદ પુરૂષોત્તમ રૂપાલાએ યોગાભ્યાસ કર્યો હતો. આ

પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની સરકાર સ્થિર છે. મુખ્યમંત્રી તરીકે મારા નામની ચર્ચા માત્ર ઇરાદા પૂર્વકનું ગતકડું છે.

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજીત યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સાંસદ પુરૂષોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વને જોડવાના સ્વબળ માધ્યમ તરીકે સમગ્ર વિશ્વમાં

ભારતીય યોગ પરંપરાનો સ્વિકાર થઇ રહ્યો છે. તે માટે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="52749,52750,52751,52752,52753,52754,52755,52756,52757,52758,52759"]

આજે વિશ્વ યોગ દિવસે વડોદરા શહેર-જિલ્લામાં 6 લાખ જેટલા લોકોએ યોગ કર્યા છે. તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોને પ્રધાન મંત્રી પાક વિમા યોજનાના મળવા પાત્ર લાભ આગામી ટૂંક સમયમાં મળતા

થઇ જશે.

આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સવારે 6-30 કલાકે આયોજીત યોગ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, મેયર ડો.

જીગીશાબહેન શેઠ, સાંસદ રંજનબહેન ભટ્ટ, મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ, ડેપ્યુટી મેયર ડો. જીવરાજ ચૌહાણ, સ્થાયી સમિતી અધ્યક્ષ સતીષ પટેલ, ધારાસભ્યો, કાઉન્સિલરો, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનોએ

ભાગ લીધો હતો.

વહેલી સવારે આયોજીત યોગ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લેનાર શહેરીજનોએ યોગ કરીને તાજગીનો અહેસાસ વ્યક્ત કર્યો હતો. સંગીતમય યોગ કાર્યક્રમમાં સૂર્ય નમસ્કાર, પદ્માશન, વજ્રાસન, ધનુરાશન સહિત વિવિધ યોગ કર્યા

હતા. શહેરમાં સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સહિત માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, અકોટા સ્ટેડીયમ, સયાજીબાગ, એમ.એસ. યુનિવર્સિટી પેવેલીયન, કલ્યાણરાયજી હોલ, સર્વાનંદ હોલ, સંખેડા દશાલાડ ભવન, માંજલપુર અતિથી

ગૃહ, પોલો ક્લબ, અકોટા અતિથી ગૃહ, નિઝામપુરા અતિથી ગૃહ, દિવાળીપુરા અતિથી ગૃહ, મકરપુરા વીસીસીઆઇ હોલ અને મકરપુરા જીઆઇડીસી ખાતે યોગ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી

યોગ કર્યા હતા.

Next Story