Connect Gujarat
દેશ

મેડિકલ-એન્જિનિયરિંગ કોલેજોની પ્રવેશ પરીક્ષામાં ફેરફાર 

મેડિકલ-એન્જિનિયરિંગ કોલેજોની પ્રવેશ પરીક્ષામાં ફેરફાર 
X

CBSEના બદલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી નીટ અને JEE (મેઇન) લેશે

વિદ્યાર્થીઓ આ બંને પરીક્ષા આપી શકશે અને બેમાંથી જેમાં વધુ ગુણ હશે તે ધ્યાનમાં લેવાશે

પરીક્ષા ઓનલાઇન લેવાશે અને વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા મુજબ તારીખ પસંદ કરી શકશે

નવી રચાયેલ નેશનલ ટેસ્ટિંગ એજન્સી(એનટીએ) હવે મેડિકલમાં પ્રવેશ માટેની એનઇઇટી અને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની જેઇઇ(મેઇન)ની પરીક્ષાઓ લેશે તેમ માનવ સંશાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે.

જાવડેકરના જણાવ્યા અનુસાર એનઇઇટી અને જેઇઇ(મેઇન) હવે વર્ષમાં બે વખત લેવામાં આવશે. જેઇઇ(મેઇન) વર્ષમાં બે વખત જાન્યુઆરી અને એપ્રિલ જ્યારે એનઇઇટી ફેબુ્રઆરી અને મેમાં લેવામાં આવશે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનઇઇટી, જેઇઇ(મેઇન) ઉપરાંત નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ(એનઇટી) કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ(સીમેટ) અને ગ્રેજ્યુએટ ફાર્મસી એપ્ટિટયૂડ ટેસ્ટ(જીપેટ)ની પરીક્ષાઓનું પણ આયોજન કરશે. એનઇટી ડિસેમ્બરમાં લેવામાં આવશે. મેડિકલ કોલેજમાં એડમિશન માટે એનઇઇટી, એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન માટે જેઇઇ(મેઇન) અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાતી એનઇટી અત્યાર સુધી સીબીએસઇ દ્વારા લેવામાં આવતી હતી. હવે આ પરીક્ષાઓ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવશે.

માનવ સંશાધન વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ ફેબુ્રઆરી અને મેમાં લેવાનારી બંને પરીક્ષા આપી શકશે. આ બંને પરીક્ષામાંથી જેમાં વધુ ગુણ હશે તે ગુણ એડમિશન માટે ધ્યાનમાં લેવાશે. હવે આ પરીક્ષાઓ કોમ્પ્યુટર પર આપવાની રહેશે. આ પરીક્ષા ચારથી પાંચ દિવસ સુધી લેવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા મુજબ તારીખ નક્કી કરી શકશે. જો કે આ પરીક્ષાઓના અભ્યાસક્રમ, પ્રશ્નપત્રનું માળખું, ભાષા અને પરીક્ષા ફીમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Next Story