Connect Gujarat
ગુજરાત

મેડિકલ-ડેન્ટલ પ્રવેશ માટેની યુજી-નીટ પરીક્ષા 6 મેએ સીબીએસઈ દ્વારા લેવાશે

મેડિકલ-ડેન્ટલ પ્રવેશ માટેની યુજી-નીટ પરીક્ષા 6 મેએ સીબીએસઈ દ્વારા લેવાશે
X

ધો.12 સાયન્સ પછીના મેડિકલ પ્રવેશ માટેની યુજી નીટની તારીખ સીબીએસઈ દ્વારા જાહેર કરવામાં આવી છે.જે મુજબ આ વર્ષે 6ઠ્ઠી મેએ દેશભરમાં પરીક્ષા લેવાશે.

સીબીએસઈ દ્વારા આગામી યુજી-નીટ માટેની વેબસાઈટ લોન્ચ કરી દેવાઈ છે, પરંતુ હજુ સુધી ફોર્મ ભરવાની અને રજિસ્ટ્રેશનથી માંડી રજિસ્ટ્રેશન ક્યાં સુધી ચાલશે તે સહિતની મુદ્દત સાથેનું વિધિવત નોટિફિકેશન જાહેર કર્યુ નથી.જો કે સીબીએસઈ દ્વારા યુજી-નીટની તારીખ જાહેર કરી દેવાઈ છે.

સીબીએસઈ દ્વારા જાહેર કરાયેલી નોટિસ મુજબ 6ઠ્ઠી મેના રોજ રવિવારે દેશભરની તમામ એમબીબીએસ અને બીડીએસ કોલેજો તથા એઈમ્સ અને જેઆઈપીએમઈઆર પુડુચેરી સહિતની તમામ રાષ્ટ્રીય સંસ્થાઓમાં પ્રવેશ માટે કોમન પરીક્ષા લેવાશે.

ગત વર્ષે 7મી મેના રોજ નીટ લેવાઈ હતી અને ગત વર્ષે 11 લાખથી વધુ વિદ્યાર્થીએ દેશભરમાંથી નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) આપી હતી.આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે.

Next Story